Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જયોતિષ શાસ્ત્ર ૧૦૦ ટકા સત્ય છે જયોતિષકાર ખોટા હોઇ શકે !!!

મૂળ રાજસ્થાનના જયોતિષાચાર્ય પ્રભુ પુષ્કર્ણાનો જયોતિષ લોક દરબાર !!

ખંભાળીયા, તા. ૧૦ : મુળ રાજસ્થાનના બ્રાહ્મણ તથા જયોતિષ આચાર્યશ્રી પ્રભુભાઇ શાસ્ત્રી પુષ્કર્ણાનો લોક દરબાર ખંભાળિયા ગણાત્રા હોલ ખાતે નિઃશુલ્ક યોજાયો હતો. જેનો લાભ ૬૦૦ થી વધુ વ્યકિતઓએ લીધો હતો.

પુષ્કર્ણા બ્રાહ્મણ દિલીપભાઇ મગન લાલ બોડાના સૌજન્યની આ કાર્યક્રમ બપોરના બે વાગ્યેથી વિનામુલ્યે માર્ગદર્શન શરૂ થયેલું ભૂતભવિષ્ય વર્તમાનકાળના ભૂલોના સચોટ માર્ગદર્શન ને કારણે લોકોઉમટતા આ કાર્યક્રમ બપોરના બે થી રાત્રિના અઢી વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો તથા શાસ્ત્રીજીએ ઘણા વ્યકિતનો પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું.

એક મુલાકાતમાં શાસ્ત્રીજીએ દાખલા પુરાવા સાથે જયોતિષ શાસ્ત્રી ૧૦૦% આયુ ગણિત જેવું શાસ્ત્ર હોવાનું જણાવીને જયોતિષકાર કદાચ ગણતરીમાં ખોટા હોય શકે શાસ્ત્ર કવાર્ટમ ખોટુ નથી તે બાબત વિજ્ઞાન પણ જેનું રહસ્ય ઉકેલી શકતું નથી તે સૂર્ય-ચંદ્ર ગ્રહણ વિષે કલાક સેકન્ડ સહિત સાચો સમય જયોતિષ શાસ્ત્ર બતાવે છે તથા લોકોની સમસ્યા હલ કરવા ભગવાનની સિધ્ધિ તાર્કિક રીતે દર્શાવીને લોકોને વિસ્મીત કરતા તેમના પ્રશ્નોના ઉતરો આપેલા હતા.

(1:22 pm IST)