Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સાવરકુંડલાઃ સરકારી યોજનાઓના કાર્ડ બનાવી આપવા સીએસસી સેન્ટરનું ઉદઘાટન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૧૦: દરીયાપુર વિધાનસભા ટીમ કોંગ્રેસ પક્ષ દ્વારા ૯ કાર્યાલયો સવારે ૯ થી ૧ કાર્યરત છે. તે પૈકી આજે રોજ તા.૭-૧-ર૦રરને શુક્રવારે મ્યુનિ. કાઉન્સીલર અકબર ભટ્ટીના જન સંપર્ક કાર્યાલય પર દરીયાપુરના ધારાસભ્યશ્રી ગ્યાસુદીન શેખ અને જમાલપુર ખાડીયાના ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલાના શુભ હસ્તે સીએસસી કોમન સર્વિસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ સેન્ટરનું શાહપુર વોર્ડના તમામ નાગરીકોને સેવાનો લાભ લેવા અપીલ છે.

દરીયાપુર વિધાનસભાના શાહપુર વોર્ડ પ્રમુખ સઇદ શેખ, પ્રદેશ મંત્રી જુનેદ શેખ, મ્યુનિ. કાઉન્સીલર ઇમ્તિયાઝ શેખ, મ્યુનિ. કાઉન્સીલર સમીરા માર્ટીન શેખ, માજી કાઉન્સીલર મોનાબેન ભુપેશભાઇ પ્રજાપતી, માજી ઇન્દીરાબેન શામજીભાઇ પરમાર, અલ્પસંખ્યક અમદાવાદ પ્રમુખ પપ્પુભાઇ, બ્રિજેશ શર્મા, સુધીર બુંદેલા, પ્રવિણ વાણીયા, ભરત પઢીયાર, નરેશ પઢીયાર, મિલન શાહ, જીતુ સોલંકી, સુરેશ દંતાણી, મનસુખ ગોહેલ, હુસેનમીયા અબ્બા, જહીરભાઇ શેખ, સાબીર પઠાણ, ઇમરાન સોદાગર, જફરભાઇ, બીટ્ટુ, રાજા વકીલ, જુનેદ સૈયદ, બંટી રાવલ, આફતાબ મલેક સહીત તમામ આગેવાનો હાજર રહયા હતા.

(1:23 pm IST)