Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જીલ્લા ભા.જ.પ. કાર્યાલયે 'દીનદયાળ ભવન' ખાતે જૂનાગઢ જિલ્લાના તમામ મોરચાઓની બેઠક મળી...

 જુનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાટીના વિવિધ મોરચાની બેઠક યોજાઈ હતી આ યોજાયેલી બેઠકમાં જિલ્લા ભાજપ જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ કિરીટ પટેલ હાજરી આપી હતી,અને પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી અને ટીમ મેમ્બર્સે પોતાના કાર્યક્ષેત્રમાં સરકારની વિચારધારા મુજબ લોક ઉપયોગી કાર્ય કરવા અંગે  માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને પ્રચાર-પ્રસાર અંગે ઉપયોગી થવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે સરકારની તમામ યોજનાઓ દરેક જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે લોક ઉપયોગી કાર્ય કરવાની સાથે આગામી દિવસોમાં સંગઠન દ્વારા પાર્ટી દ્વારા સૂચવેલ કાર્યક્રમો વિગતો અંગેની માહિતી આપવામાં આવી હતી, આ બેઠકમાં તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ પાસેથી તેઓ નિમણૂક થયેલ ત્યારથી અત્યાર સુધીમાં મંડળમાં થયેલી તમામ કામગીરીનું વિસ્તૃત રિપોર્ટિંગ  જિલ્લા અધ્યક્ષ લીધું હતું જેમાં પેઇજ કમિટીના અધૂરા કાર્યને સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.સાથે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યક્રમો અંગે વિસ્તૃત  માર્ગદર્શન આપ્યું હતું, આ કાર્યક્રમનું સફળ  સંચાલન મહામંત્રી ડો.જય ત્રિવેદી એ કર્યું હતું અને બેઠકની આભારવિધિ  મહામંત્રી વી.ડી કરડાણીએ કરી હતી.

(1:24 pm IST)