Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જામનગર ધારાસભ્યનો વોર્ડ નં. ૫માં લોકદરબાર યોજાયો

જામનગર,તા. ૧૦ : લોક દરબાર કરવો તે કોઈ નાનીસુની વાત નથી. લોક દરબારએ જ વ્યકિત કરી શકે જે લોકોની સાથે રહેતા હોય અને તેના પ્રશ્નો સાંભળી પ્રશ્નનો ઉકેલ લાવી શકતા હોય તેવા જો કોઈ વ્યકિત હોય તો તે ધારાસભ્યશ્રી હકુભા છે આ શબ્દો પૂર્વ શહેર ભાજપ અઘ્યક્ષશ્રી નિલેષભાઈ ઉદાણીએ કહ્યા હતા.

વોર્ડ નં. પ ના સ્નેહમિલન અને લોક દરબાર કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે રાજકિય ઈચ્છા શકિતને લીધે કોઈપણ કામ પ્રજાકીય સેવાનું થઈ શકે છે. સુસાશનનું પહેલુ પગથીયું એટલે ધારાસભ્યશ્રી હકુભાનો લોક દરબાર છે. આ કાર્યક્રમમાં પૂર્વ શહેર ભાજપ અઘ્યક્ષ હિતેનભાઈ ભટ્ટએ ભાજપની વિચારધારાને દોહરાવતા જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતીના જતન માટે અને ધાર્મિક અને સેવાકીય કાર્યો તેમજ વર્તમાન સમયમાં વિકાસના કામોને વેગ આપવાનું કામ ધારાસભ્યશ્રી હકુભા કરી રહયા છે.

જામનગર શહેર ભાજપ અઘ્યક્ષશ્રી ડો. વિમલભાઈ કગથરાએ  જણાવ્યું હતું કે, આપણા સૌવ માટે ગર્વની વાત એ છે કે હકુભા જેવા જાગૃત ધારાસભ્યનું નેતૃત્વ મળ્યું છે.

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હકુભાએ જણાવ્યું હતું કે વોર્ડ નં. પ એ જામનગરનું પેરિસ સમાન છે. તેઓએ છેલ્લા એક વર્ષ દરમ્યાન આ વોર્ડમાં કરેલા વિકાસના કામો અંગે તેમજ ફાળવેલી ગ્રાન્ટોનો હિસાબ આપ્યો હતો. આ વિસ્તારમાં લોકોના સુખાકારીના અનેક કામો થયા છે અને બાકિ રહેલા વિકાસના કામોમાં આવતા સમયમાં થઈ જશે તેઓએ તેમની રાજકીય કારકિદી થી લઈને અત્યાર સુધીની રાજકિય સફળની વાતોને વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યકિત મારી પાસે કામઅર્થે આવે છે ત્યારે હું કોઈ પક્ષપાત વગર તેનું કામ થાય તે એક મારો ઘ્યેય રહયો છે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સાથે લોક દરબાર અંગેની માહિતી પૂર્વ મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલાએ આપી હતી. સ્ટેન્ડીગ કમીટી ચેરમેન મનિષભાઈ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટર આશીષભાઈ જોષી, કિશનભાઈ માડમ, સરોજબેન વિરાણી, શિક્ષણ સમિતીના ચેરમેન મનિષભાઈ કનખરા, શારદા હોસ્પીટલના ન્યુરોસર્જન હર્ષભાઈ શાહ, એમ.એસ. ઓર્થો. ડો. વિકલ્પભાઈ શાહ, એમ.ડી. ફિઝી. ડો. રાજેશ સાદિયા તથા ક્રિટીસર્જ હોસ્પીટલના એમ.ડી. ફિઝી. ડો. ગૌરાગ પંડયા, લેપરોસ્કોપી ટ્રોમાસર્જન એમ.એસ. ડો. દિગંત સિકોતરા, ડો. જોગીનભાઈ જોષી, યુવા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, પૂર્વ શિક્ષણ સમિતીના ચેરમેન આકાશભાઈ બારડ, અઘ્યક્ષ મધુભાઈ ગોંડલીયા, કીસાન મોરચાના શહેર પ્રમુખ અશ્વિનભાઈ તાળા, પૂર્વ ડે. મેયર કિરણબેન શેઠ, વોર્ડ નં. પ ના પ્રમુખ દિપકભાઈ વાછાણી, મહિલા પ્રમુખ ઈલાબેન કપુરીયા, દિનેશભાઈ દેસાઈ, પ્રિતીબેન શુકલ, રાજદિપસિંહ જાડેજા, એડવોકેટ રાજુભાઈ ગોસાઈ, રાણાભાઈ રબારી, અશોકભાઈ વસીયર, અમરીશભાઈ વાલાણી, રીટાબેન જોટકીયા, મોનીકાબેન વ્યાસ, મોનાણી, ગોંવિદભાઈ મોરજરીયા, પ્રવિણસિંહ જાડેજા, ભાનુભાઈ પટેલ વિગેરે લોકો હાજર રહયા હતાં.

આ કાર્યક્રમની આભાર વિધિ ભાજપ શહેર મંત્રી પ્રકાશભાઈ બાંભણીયાએ કરેલ હતી. વોર્ડ નં. પ ના આ કાર્ય ક્રમમાં શહેરના નામાંકિત ડોકટરો, વકિલ મિત્રો, ઈજનેરો, બુઘ્ધિજીવીઓ, તેમજ જુદા–જુદા સમાજના શ્રેષ્ઠીઓ, તેમજ ઉદ્યોગપતિ, વેપારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બહેનો અને યુવાનો ઉપસ્થિત રહયા હતાં.

(1:25 pm IST)