Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબી-માળીયા હાઇવે ઉપર ૬૦ બોટલ દારૂ સાથે ટ્રક ચાલક કિશોર ગીરી ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી : રૂ.૧૦.૫૮ લાખનો મુદામાલ કબ્જે.

 મોરબી તાલુકા પોલીસે મોરબી-માળીયા હાઇવે ઉપર માધવ આઇમાતા હોટલ નજીક ટ્રક ટ્રેઇલરમાં છુપાવીને લઇ જવાતો ૬૦ બોટલ દારૂ ઝડપી લઈ ટ્રક-ટ્રેઇલર સહીત ૧૦.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી-માળીયા હાઇવે ઉપર વોચ ગોઠવી માધવ આઇમાતા હોટલ નજીક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂપિયા ૫૮,૯૪૦ની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલ મળી આવી હતી.જેને પગલે પોલીસે RJ-07-GC-9839 નંબરના ટ્રક ચાલક કિશોરગીરી મધુગીરી ગૌસ્વામી (રહે. બજજુ, તેજપુરા, જી.બીકાનેર, રાજસ્થાન ) ને અટકાયતમાં લઈ રૂપિયા ૧૦ લાખની કિંમતના ટ્રક સહીત કુલ રૂપિયા ૧૦.૫૮ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

(1:42 pm IST)