Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે વિનામૂલ્યે સર્વરોગ નિદાન – રક્તદાન કેમ્પ યોજાયો.

મોરબી :  ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આજરોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

મોરબી ધક્કા વાળા મેલડી માતાજી મંદિર ખાતે આજરોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં આંખ,કાન, હાડકા,દાંત તથા ચામડીને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું તેમજ દવા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. બંને કેમ્પનો અંદાજે ૫૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.
ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા જે આવક થાય છે તેમાંથી અનેક સેવાકાર્યો કરવામાં આવે છે.જેમાંનું આ એક સેવાકાર્ય હતું. આ ઉપરાંત ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા થતી આવકમાંથી સમૂહ લગ્ન કરવામાં આવે છે,તો રાહત દરે અહીં દવાખાનું પણ ચાલુ છે. તેમજ વિદ્યાર્થીઓ માટે પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.મંદિરની આવકનો ધાર્મિક પ્રવૃત્તિ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવેછે.

(1:42 pm IST)