Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ટંકારાના ધ્રુવનગર નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત થયું.

અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ.

મોરબી :  રાજકોટ મોરબી હાઈવે પર બે દિવસ પૂર્વે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે ટંકારા પોલીસ મથકમાં અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે
મૂળ એમપીના વતની અને હાલ પડધરી રહેતા આકાશ ગુમલાભાઈ ડામોર પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે બાઈક એમપી ૪૫ એમએસ ૮૪૩૨ ના ચાલક કૈલાશ ખદાનસિંગ બારેલા રહે એમપી વાળાએ બાઈક પુરઝડપે ચલાવી હાઈવે પર ધ્રુવનગર ગામ નજીક કાબુ ગુમાવતા બાઈક રોડ પરના ડીવાઈડર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ફરિયાદી આકાશ ડામોરને ઈજા થઇ હતી તો બાઈક ચાલક કૈલાશ બારેલાને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(1:43 pm IST)