Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીના ભડિયાદ ગામે રૂમના ભાડા બાબતની બોલાચાલીનો ખાર રાખી છરીથી હુમલો.

આધેડને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

મોરબીના ભડિયાદ ગામે રૂમનું ભાડું લેવા બાબતે અગાઉ બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખીને એક ઇસમેં આધેડ પર છરીથી જીવલેણ હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ભડિયાદ ગામે સાયન્સ કોલેજ પાછળ રહેતા કાનાભાઈ સામજીભાઇ મુછડિયા (ઉ.વ.૪૩) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત ઉર્ફે લાલો ગૌતમ બોચિયા પાસેથી રૂમનું ભાડું લેવા બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયા હોય જેનો ખાર રાખીને આરોપી ભરત બોચિયા (ઉ.વ.૨૨) (રહે લખધીરપુર નાકે મોરબી ૨ વાળા) એ ફરિયાદી કાનાભાઈ મુછ્ડીયાને ગાળો આપી છરી વડે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને પથ્થરનો છૂટો ઘા મારી માથામાં ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:46 pm IST)