Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબી જીલ્લામાં ફ્રન્ટ લાઈન વર્કરોને કોરોના રસીનો પ્રી-કોશન ડોઝ આપવાનું શરૂ.

મોરબી ; કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે સરકારે ગુજરાત રાજ્યમાં તા. ૧૦ થી પ્રી-કોશન ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત આજથી મોરબી જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના કો-મોર્બીડીટી ધરાવતા નાગરિકોને કોરોના વેક્સીનનો પ્રી-કોશન (ત્રીજો ડોઝ) આપવાની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં હેલ્થ કેર વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વર્ષના કો-મોર્બીડીટી ધરાવતા નાગરિકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હોય તે તારીખથી ૯ મહિના બાદ અથવા ૩૯ અઠવાડિયા બાદ પ્રી-કોશન ડોઝ લેવા પાત્ર થશે તેમજ હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના કો મોર્બીડીટી ધરાવતા નાગરિકોને કોરોના વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ જે વેક્સીનનો લીધો હોય તે જ વેક્સીનનો પ્રી-કોશન ડોઝ આપવામાં આવશે
જયારે ૬૦ વર્ષથી વધુ વયના કો મોર્બીડીટી ધરાવતા નાગરિકોએ ડોક્ટરની સલાહ અનુસાર પ્રી-કોશન લેવાનો રહેશે જેમતે ડોક્ટરના કોઈપણ પ્રકારના સર્ટીફીકેટની જરૂરત રહેશે નહિ

(1:48 pm IST)