Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં ફરાર આરોપી સામે વોરંટ ઇસ્યુ થયા બાદ ધરપકડ કરી જેલહવાલે : પોલીસે આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કર્યો.

મોરબીની કોર્ટે આરોપીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યો હોય જે આરોપી કોર્ટમાં હાજર ના રહેતા વોરંટ ઇસ્યુ કરાયું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને જેલહવાલે કર્યો છે
મોરબીની રાજકોટ નાગરિક બેંકના મેનેજર દ્વારા આરોપી દેવજીભાઈ માધવજીભાઈ પરમાર વિરુદ્ધ ચેક રીટર્ન ની ફરિયાદ કરવામાં આવી હતી જે ચેક રીટર્ન અંગેનો કેસ મોરબીની ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા જજ એ એન વોરાએ ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાનમાં લઈને આરોપી દેવજીભાઈ પરમારને એક વર્ષની સાદી કેદની સજા અને બાકી નીકળતી રકમ રૂ ૩,૬૨,૨૩૯ નો બમણો દંડ ૭,૨૪,૪૭૮ રૂપિયા ચુકવવા આદેશ કર્યો હતો અને આરોપી દંડની રકમ ના ભરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ફટકારી હતી.
જે કેસ ચાલ્યો તે સમયે આરોપી કોર્ટમાં હાજર ના રહેતા કોર્ટે સજા વોરંટ ઇસ્યુ કર્યો હતો જે વોરંટને પગલે એ ડીવીઝન પોલીસે આરોપી દેવજી માધવજીભાઈ પરમારને ઝડપી લઈને જેલહવાલે કર્યા છે.

(1:49 pm IST)