Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પોરબંદર ની બગવદર સિમ માં ૨ વર્ષ પહેલાં ખેડૂતની હત્યા અને લૂંટનો આરોપી મધ્યપ્રદેશ માંથી ઝડપાયો : આરોપી પરપ્રાંતીય શખ્સ સામે મોરબી, ટંકારા, ગોંડલ અને મધ્યપ્રદેશમાં ગુન્હા નોંધાયેલા છે

પોરબંદર : બગવદર સીમમાં ૨ વર્ષ પહેલાં ખેડૂતની હત્યા કરીને લૂંટનો આરોપી પારસિંગ જેતુભાઈ આદિવાસી રે. બાયડ જિ. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને પોરબંદર પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશમાંથી પકડી પાડેલ છે. આરોપી સામે મોરબી, ટંકારા, ગોંડલ અને મધ્યપ્રદેશમાં ગુન્હા નોંધાયેલા છે.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગર દ્વારા ગુજરાત રાજયમા નાસતા ફરતા આરોપીઓને પકડતા ખાસ ડ્રાઇવ(ઝુંબેશ)નું આયોજન કરેલ હ્રોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની નાઓએ પોરબંદર જિલ્લાના ટોપ-૧૦ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ જે અન્વયે એલસીબી પીઆઈ એન.એન.રબારી તથા પીએસઆઇ એન.એમ.ગઢવી તથા એલ.સી.બી.ના સ્ટાફને પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્રારા સીધુ માર્ગદર્શન આપવામા આવેલ તેમજ બગવદર પો.સ્ટે આઇપીસી ૩૦૨, ૩૯૭, ૪૫૨, ૩૪ તથા કલમ ૧૩૫ મુજબના ગુન્હામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પારસીંગ જેતુભાઇ આદિલાસી રહે. બયડા ગામ, અલીરાજપુર મધ્યપ્રદેશા વાળાને પકડવા ખાસ સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અનુસંધાને એલસીબી પીઆઈ એન.એમ.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફની એક ટીમ બનાવી સદર ગુન્હાનો નાસતો ફરતો આરોપીને શોધી કાઢવા મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના બયડા ગામમા ટીમને રવાના કરેલ અને પીએસઆઇ એન.એમ.ગઢવી તેમની ટીમને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા જાણવા મળેલ કે, ઉપરોકત આરોપી તેના વતનમાં છે જે અનુસંધાને 2૩! શ્રી.એન.એમ.ગઢવી અને ટીમ દ્રારા મધ્યપ્રદેશના બયડા ગામમાં તપાસમાં ગયેલા ત્યાં પોલીસ તરીકેની ઓળખ છુપાવી અને સ્થાનિક પ્રજા જેવો પહેરવેશ (લુંગી અને સર્ટ) ધારણ કરી બે દિવસ રાત્રી રોકાણ કરી સદરહુ આરોપીનુ રહેણાંક મકાન શોધી કાઢી અને સ્થાનિક બાતમીદાર દ્રારા આરોપીની ઓળખ મેળવી, સદરહું ગુન્‍્હાનો આરોપીને બયડા ગામથી પકડી પાડી અને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ ની મદદથી ઉંડાણપુર્વક અને જીણવટભરી પૂછપરછ કરતા પોતે બગવદર પો.સ્ટે. ખાતે બનેલ ગુન્હાની કબુલાત આપેલ અને આ સિવાય પણ અન્ય જિલ્લામાં આવા પ્રકારના ગુન્હા કર્યાની કબુલાત આપેલ છે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી, તપાસ અર્થે બગવદર પો.સ્ટે. સોપી આપેલ છે.

આરોપી જુદા જુદા ગુન્હાઓમા નાસતો ફરતો છે જેમાં બગવદર પોલીસ સ્ટેશન માં કલમ ૩૦૨, ૩૯૭, ૪૫૨, ૩૪. મોરબી ટંકારા પોલિસ સ્ટેશન મા ૩૯૫, ૩૯૭ મુજબ. મોરબી ટંકારા પોલિસ સ્ટેશન મા ૪૫૭, ૩૮૦ મુજબ,. મોરબી ટંકારા પોલિસ સ્ટેશન મા ૩૯૫ તથા કલમ GPACT ૧૩૫ મુજબ. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન મા કલમ 394, 452,356, 323, 504, 506, (2), 114. ગોંડલ પોલીસ સ્ટેશન મા કલમ 392, 342, 542, 11, સમાવેશ થાય છે

આરોપીનો પુર્વ ઇતિહાસ મા એમ. પી ઉદયગઢ પોલિસ સ્ટેશન માં કલમ  ૩૮૨, ૩૯૫, ૪૧૨ મુજબ. એમ. પી ઉદયગઢ પોલિસ સ્ટેશન માં કલમ ૨૯૪, ૩૨૩, ૫૦૬ મુજબ ગુન્હા નોંધયેલા છે

આ કામગીરીમાં પોરબંદર એલ.સી.બી. પી આઇ એન.એન.રબારીપી એસ આઇ એન.એમ.ગઢવી, રાજુભાઇ જોષી, રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ, રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડાહેડ કો હરેશભાઇ આહિર, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, પો કો. વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, ઉપૅન્દ્રસિંઠ જાડેજા, કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા, ગોવિંદભાઇ માળિયા, વિગેરે રોકાયેલ હતા.

(9:19 pm IST)