Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મોરબી પી.જી.પટેલ કોલેજ દ્વારા અયોધ્યાના શ્રીરામ મંદિર નિર્માણ માટે ૧ કરોડ રામનામ જાપ યજ્ઞનો પ્રારંભ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૦ : અયોધ્યા શ્રી રામ જન્મભુમી તીર્થ ક્ષેત્રે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ નાં નુતન મંદિર નિર્માણ પ્રસંગે પી જી પટેલ કોલેજ દ્વારા એક અનોખી લદ્યુપુસ્તિકા તૈયાર કરવામાં આવી છે,

આ લદ્યુપુસ્તિકા નું વિમોચન ડો. જયંતીભાઈ ભાડેશીયા (પશ્યિમ ક્ષેત્ર સંઘચાલક) જયંતીભાઈ કવાડિયા (ઉપપ્રમુખ, પ્રદેશ ભાજપ) દુર્લભજીભાઈ દેથરીયા (પ્રમુખ, મોરબી જીલ્લા ભાજપ) અને બ્રિજેશભાઈ મેરજા (ધારાસભ્ય, મોરબી માળિયા) સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

આ પુસ્તિકામાં દરેક પૃષ્ઠ પર ૧૦૮ વખત રામ નામ લખી શકાશે, તથા પુસ્તિકામાં કુલ પૃષ્ઠ ની સંખ્યા પણ ૧૦૮ રાખવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૧૦૦૦ થી વધુ પુસ્તિકાઓ પી જી પટેલ કોલેજના વિધાર્થીઓ દ્વારા મોરબીના નાગરિકો ને દ્યરે દ્યરે પહોચતી કરી ૧ કરોડ થી વધુ રામ નામ જાપ લખાવવામાં આવશે. ઉપરોકત પુસ્તિકા મોરબી નાં કોઈ પણ નાગરિકો વિનામુલ્યે કોલેજ કાર્યાલય માંથી મેળવી શકશે અને લેખન કાર્ય પૂર્ણ કરી કોલેજ કાર્યાલયમાં પરત આપવાની રહેશે.

(10:24 am IST)