Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વાઘોડીયાના ધારાસભ્યએ મીડીયા કર્મી સામે અણછાજતુ વર્તન કરતા કેશોદ પ્રેસ કલબ દ્વારા નાયબ કલેકટરને આવેદન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧:  તાજેતરમાં વાઘોડીયાના ધારાસભ્યએ રીપોર્ટરને જાહેરમાં આણછાજતુ વર્તનકરી ધમકી આપવાના વિરોધમાં તમામ તાલુકામાં જીલ્લાઓમાં રીપોર્ટરોમાં રોષની લાગણી જોવા મળી રહીછે. જેના ઘેરા પ્રત્યાઘાત રૂપે કેશોદ પ્રેસ કલબનાં હોદેદારો સાથે તાલુકાભરના રીપોર્ટરોની ઉપસ્થિતિમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.જેમાં જણાવેલ હતું કે ગુજરાત વિધાનસભામાં ચુંટાયેલા વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા પોતાના પુત્ર દિપક શ્રીવાસ્તવને ત્રણ સંતાનો હોવા છતાં ઉમેદવારી કરતાં ઉભા થયેલાં વિવાદને કારણે મીડીયા કર્મી અમીત ઠાકોરે પ્રશ્ન પુછતાં ધારાસભ્યના હોદાનું ભાન ભુલી ગુંડા ગર્દી પર ઉતરી આવી ઉશ્કેરાયેલા મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીને જાહેરમાં અણછાજતુ વર્તન કરી ધમકી આપતાં આ બનાવને કેશોદ પ્રેસ કલબ દ્વારા તેનો સખ્ત શબ્દોમાં વખોડી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક અને સક્રીય સભ્યપદેથી દુર કરવામાં આવે તેવી માંગણી સાથે મુખ્ યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખને સંબોધીને કેશોદ પ્રેસ પ્રમુખ ગોવિંદ હડિયા, ઉપ પ્રમુખ ચેતન (સી. કે.) પરમાર મંત્રી જય વિરાણી પ્રવિણભાઈ કરંગીયા રાજેશભાઈ પંડ્યા, જગદીશ યાદવ, કમલેશ જોષી, અશોકભાઈ રેણુંકા સહિતના કેશોદ પ્રેસ કલબનાં હોદેદારો તથા દિનેશ મહિડા નરેશ રાવલીયા અનિરુદ્ઘ બાબરીયા શોભના બાલસ સહીતના રીપોર્ટરોની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

(11:22 am IST)