Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ગીરગઢડા તાલુકામાં 'આપ' દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશથી ગરમાવોઃ તા.પં.ની ૪ બેઠકો માટે ફોર્મ ભર્યા

હજુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકપણ ફોર્મ ભરાયુ નથી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૦ :.. ગીરગઢડા તાલુકા પંચાયતની ૪ બેઠક માટે ત્થ ગીર સોમનાથ જીલ્લા પંચાયતની એક બેઠક માટે એમ મળીને કુલ પાંચ ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભરતાં ગીરગઢડા તાલુકાનાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં આપે શ્રી ગણેશ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

ગીર ગઢડા તાલુકા પંચાયતની ર૦ બેઠકની સામાન્ય ચૂંટણી જાહેર થતાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા હતો.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતની ધોકડવા બેઠક ઉપર આમ આદમી પાર્ટીનાં હરેશભાઇ બલદાણીયા તથા તેમની પત્ની મંગળાબેન બલદાણીયાએ વિધી વત ફોર્મ ભર્યા હતાં. આમ આદમી પાર્ટી દ્વારા ગીર ગઢડા તાલુકા પંચાયતનાં બેડીયા બેઠક ઉપર હડીયા નરસીભાઇ સોંડાભાઇએ નિતલી બેઠક ઉપર માણસુરભાઇ અમરાભાઇ નજાણી પડાપાદર બેઠક ઉપર રેખાબેન છબીલભાઇ ગજેરા, નાના સમઢીયાળા બેઠક પર મનીષાબેન નિલેશકુમાર બોરડે ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં.

હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી એકપણ ફોર્મ ભરાયા નથી. અને આમ આદમ પાર્ટીએ શ્રીગણેશ કરતા રાજકીય ગરમાવો આવ્યો હતો.

ઉના નગરપાલીકા, ઉના તાલુકા પંચાયત, અને ગીર સોમનાથ જીલ્લા પંચાયતની ઉના તાલુકામાં આવેલ ૭ બેઠક ઉપર એકેય ફોર્મ ભરાયા નથી.

(11:25 am IST)