Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાવનગરની ફેકટરીમાં લિફટ નીચે પડતા ચાર મહિલાને ઇજા

ભાવનગર તા. ૧૦ :.. ભાવનગરમાં ફેકટરીમાં લીફટ નીચે પડતાં લીફટમાં રહેલ ચાર મહિલાઓને ઇજા પહોંચતા હોસ્પીટલ ખસેડાયેલ છે.

વિગતો મુજબ શહેરનાં જુના બંદર રોડ પર આવેલ અરિહંત પ્લાસ્ટીકની ફેકટરીમાં કામ કરતી મહિલાઓ ભીની થેલીઓ અગાસીમાં સુકવવા માટે લીફટમાં જતી હતી. તે સમયે અચાનક લીફટ નીચે પડતાં પાર્વતીબેન પ્રવિણભાઇ ચુડાસમા ઉ.પ૦, લીલીબેન બીપીનભાઇ ચુડાસમા ઉ.૪પ, મયુરીબેન શૈલેષભાઇ બારૈયા ઉ.૩૦ અને સંગીતાબેન વિજયભાઇ સોલંકી ઉ.૪૦ (રહે. તમામ કરચલીયાપરા વિસ્તાર)ને ઇજા પહોંચતા ૧૦૮ ઇમરજન્સીમાં સરટી. હોસ્પીટલ ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતાં જ ઇજાગ્રસ્તોનાં પરિવારજનો હોસ્પીટલ દોડી આવ્યા હતાં.

(11:27 am IST)