Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે સુંદરકાંડ પાઠ - સંતવાણી

વાંકાનેર : જડેશ્વર રોડ આવેલ શ્રી મુનિબાવા ની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શ્રી રામ દરબાર , સંત શિરોમણી શ્રી જલારામબાપા , સદગુરૂદેવ શ્રી રામકિશોરદાસજીબાપુ ની આ પાવન ભૂમિમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતો દીપપ્રાગટય વિધિ શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર ના મહંત અશ્વિનભાઇ રાવલ , તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સંચાલક વિશાલભાઈ કાનજીભાઈ પટેલ , પૂજારી વિકાસભાઈ , તેમજ હિતેષભાઇ રાચ્છે કરેલ હતી , ત્યારબાદ સંગીતમય સુંદરકાંડ ના પાઠ , ધૂન , સંકીર્તન , તેમજ સંતવાણી નો કાર્યક્રમ યોજાયેલ જેમાં શિવ ભજનો , ગંગાસતી ના ભજન , સંતશ્રી જલારામબાપા , સંતશ્રી ભોલેબાબા ના ભજનો પણ રજૂ કરેલ હતા. જયશ્રી ભોલેબાબા ગ્રુપ , રાજકોટ ના કલાકાર શ્રી અલ્કેશભાઈ સોની (જોડીયાવાળા ) સુંદરકાંડ ના પાઠ , શ્રી હનુમાન ચાલીસા , સંતવાણી ની રંગત જમાવી હતી શ્રી અલ્કેશભાઈ એ સ્વ પ્રભુભાઈ રાચ્છ ની ત્રીજી પુણ્યતિથિ હોય તેમને શ્રંધાજલી આપેલ હતી , શ્રી પ્રભુભાઈ સંતો ની સેવાને યાદ કરેલ તેમજ શ્રી પટેલબાપુ ની માનવ સેવા , સંતો ની સેવા યાદ કરેલ. આ અવસરે વાંકાનેર શ્યામ ધૂન મંડળવાળા શ્રી જગદીશભાઈ રાજવીર , જગદીશભાઈ કોટેચા , શ્રી લોહાણા મહાજન, વાંકાનેર ના પ્રમુખ શ્રી કાકુભાઈ શેઠ , સદગુરૂ આશ્રમ ના શ્રી મહેશભાઈ રાજવીર , વાંકાનેર ની જાણીતા જસદણ સિરામિક ના મેનેજર શ્રી કૌશલભાઈ, પ્રતિનિધિ મુકેશભાઈ પડ્યાં , નવદીપભાઈ ભટી , ભજનિક શ્રી દેવુભાઇ ( વાંકાનેર ) શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ તેમજ અનેક અગ્રણીયો હાજર રહયા હતા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સહુ ભકતજનો એ લાભ લીધેલ હતો આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે શ્રી ફળેશ્વર મહાદેવ દાદા ને અનોખો શણગાર કરવામાં આવેલ હતો તેમજ સંત શિરોમણી શ્રી જલારામબાપા ના મંદિર ને પુષ્પો થી સજાવટ કરેલ. સફળ બનાવવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સહુ ભકતજનો એ જહેમત ઉઠાવેલ હતી આભારવિધિ શ્રી વિશાલભાઈ કે પટેલે કરેલ હતી.

(11:30 am IST)