Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દ્વારકા જીલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ-અપક્ષોએ ફોર્મ ભર્યા

ખંભાળીયા પાલિકા માટે વધુ બે ફોર્મ ભરાયા : ભાજપ ઉમેદવારોની પસંદગી માટે મુખ્યમંત્રીની હાજરીમાં મિટીંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૦ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા દ્વારકા, જિ. પં. ના સદસ્યોની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનું ગઇકાલે શરૂ થયું હતું તથા કોંગ્રેસે તથા અપક્ષોએ ફોર્મ ભર્યા હતા.

ખંભાળિયા તા. પં. માટે પુનઇબેન મંગા સીંધીયા બેહ બેઠક માટે, દ્વારકા બ્રાહ્મણવેલ બેઠકમાં નાનુુબેન બાબુભા, ભાણવડ તા. પં.ના કાટકોલા બેઠક માટે મુકેશ મારખી કરમુર તથા રામા મેપા કરમુર, ભાણવડની મેવાસા તા. પં. બેઠક માટે માલદે રામ રાવલીયા તથા જેતસી રામ રાવળિયા, મોટા કાલાવડ તા. ભાણવડ બેઠક માટે રંતીબેન જીવા  તથા હેમીબેન ભીમથી , શિવા તા. પં. સીટ ભાણવડ માટે મહેશ હંસરાજ પરમાર તથા રસિક બાબુભાઇ ચૌહાણ, દેવળીયા તા. કલ્યાણપુરમાં ખીમા હરદાસ કરમુર, લાંબા તા. કલ્યાણપુરમાં જીવીબેન રામશીભાઇ કરંગિયા, કવિબેન નારણભાઇ ગોઝીયા, લાંબા બે માટે કરમુર બેન કાનડગર રામદત્તી, સેજલબેન રમેશભાઇ રામદતી, કલ્યાણપુરની નંદાણા બેઠક માટે લાખીબેન મુકેશભાઇ મકવાણા એ ફોર્મ ભર્યા હતા.

જિ. પં. માં બે ફોર્મ ભરાયા

દ્વારકા જિ. પં.ની બેઠકો માટે લાંબામાં લખુ દેવા ગોઝીયા તથા મોટા કાલાવડમાં કરસન દેવા કરભુર તથા શિલ્પાબેન કે. કરમુરે ફોર્મ ભર્યા હતા.

કાલથી આપ ફોર્મ ભરશે

ખંભાળિયાની પાલિકા માટે ગઇકાલે ચૂંટણી અધિકારી ડી.આર. ગુરવ  વોર્ડ -૩માં શહેરનાઝ યાસીન ધાવડા, તથા માલીબેન દેવાભાઇએ ફોર્મ ભર્યા હતા જયારે આગલા દિવસે વોર્ડ -રમાં એક ફોર્મ ભરાયું હતું.

આ વખતે કોગ્રેસ, ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ લડનાર છે. કોંગ્રેસમાં મોટા ભાગના વોર્ડના ઉમેદવારોના નામો થઇ ગયા છે. તેની તેમણે અમુકને ફોર્મ ભરવા તૈયાર રહેવા જણાવી દીધું છે. તો ભાજપની પાર્લામેન્ટની આજે ગાંધીનગર ખાતે પુરી થતા ૧૧/ર થી ફોર્મ ભરવા શરૂ થશે તેવું માનાય છે.

તો આમ આદમી પાર્ટી દ્વારા પણ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

કેટલાક ઉમેદવારો ભાજપમાંથી ના મળે તો કોંગ્રેસમાં કેટલાક ભાજપ માટે પ્રયત્નશીલ છે તો કેટલાક કોઇ પક્ષના દયે તો અપક્ષ લડીને કેટલાક તો હાર માટે તોડાવવું પડે તે માટે પણ આયોજન કરી રહ્યા છે.

ખંભાળિયામાં ૧૯૯પથી લગભગ ભાજપનું શાસન ચાલ્યુ આવતુ હોય છેલ્લા અઢી વર્ષમાં ભાજપ શાસક પક્ષના કામો સારી રીતે ના થતાં તથા વિવાદો થયેલા હોય નવ-નવ મહિનાથી સામાન્ય સતા પક્ષ ચૂંટાઇ શકી તેવું થયેલું હોય આ વખતે જિલ્લા પ્રભારી કિરીટસિંહ રાણા તથા પ્રદીપ ખીમાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગઇકાલે ભાજપના હોદદ્ેદારોની મીટીંગ ગાંધીનગર ખાતે યોજી હતી. જેમાં ઇન્ચાર્જ પ્રમુખ મુળુભાઇ બેરા, પૂર્વ પ્રમુખ કાળુભાઇ ચાવડા, પૂર્વ મહામંત્રી દિનેશભાઇ દત્તાણી, પ્રમુખ શહેર અનીલભાઇ તન્ના વિ. ઉપસ્થિત રહ્યા હતા.

દરેક વોર્ડમાં ગત સમયની ભાજપના ઉમેદવારોની સ્થિતિ હાલના દાવેદારો નવા નિયમ અનુસાર કરવાની થતી પ્રક્રિયા વિ. બાબતોની ચર્ચા પણ થઇ હતી તથા આવતીકાલ સુધીમાં સંપૂર્ણ યાદી તૈયાર થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે વોર્ડ ર, ૩,૪,પ,૭માં ભારે ટિકિટો માટે લોબીંગ આવી રહ્યું છે. ગત ચૂંટણીમાં તત્કાલીન પ્રમુખ અનિલભાઇ તન્ના તથા કાળુભાઇ ચાવડાના પ્રયાસોની ભાજપને ર૮માંથી ૧૯ બેઠકો મળી હતી તથા એક પેટા ચૂંટણીમાં મળી હતી જેથી ર૮માંથી ર૦ બેઠકો ભાજપ પાસે હતી.

(12:52 pm IST)