Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સવારે લઘુતમ બપોરે મહતમ તાપમાન ઉંચુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં મિશ્ર હવામાન યથાવત

રાજકોટ,તા. ૧૦: છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં ઠંડીમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લઘુતમ તાપમાનનો પારો દિવસેને દિવસે નીચે ઉતરતો રહે છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંકડનો સામાન્ય અનુભવ થઇ રહ્યો છે અને વહેલી સવારના સમયે ખુશનુમા વાતાવરણનો અનુભવ થાય છે.

ઠંડીની અસર ઘટતા મોડીરાત્રીના પણ લોકોની અવરજવર જોવા મળે છે.

સવારના સમયે લઘુતમ તાપમાન અને બપોરે મહતમ તાપમાનનો પારો ઉંચે ચઢતા મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

આજે સવારે ગિરનાર પર્વત ઉપર ૬.૪ ડિગ્રી, નલીયામાં ૧૧.૪ ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ છે.

રાજકોટમાં કાલે વહેલી સવારે ન્યુનતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી સેલ્શિયસ હતુ જ્યારે બપોર સુધીમાં તાપમાન વધીને ૩૪.૬ ડિગ્રી સેલ્શિયસ સુધી જતુ રહ્યું હતુ. સામાન્ય રીતે તાપમાનમાં આટલો તફાવત હોય તે દિવસો બાદ ઝાકળનું પ્રમાણ જોવા મળે છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે ત્રણ દિવસ સુધી આ મુજબ જ તાપમાન રહેશે. સપ્તાહ સુધીમાં ન્યુનતમ તાપમાન ૧૪ અને મહતમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્શિયસન આસપાસ રહેશે તેવી શકયતા છે.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : આજે જૂનાગઢ સહિત સોરઠમાં ધુમ્મસ છવાય થયું હતું. જ્યારે ગિરનાર ખાતે ૬.૪ ડિગ્રી ઠંડી રહી હતી. જૂનાગઢમાં આજે સવારે લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયુ હતું. પરંતુ આજરોજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૬ ટકા થઇ જતા વહેલી સવારે ધુમ્મસનું આક્રમણ થયું હતું.

જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે ૬.૪ ડિગ્રી ઠંડી રહી હતી. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૨ કિ.મી. રહી હતી. દરમ્યાન આજથી શુક્રવાર સુધી મોટાભાગે વાદળછાયુ વાતાવરણ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ ઘટવાની શકયતા જોવાઇ રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી, મહતમ ૩૦.૫ ડિગ્રી, હવામાં ભેજ ૭૩ ટકા અને પવનની ઝડપ ૩.૩ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ગિરનાર પર્વત

૬.૪

,,

નલીયા

૧૧.૪

,,

જુનાગઢ

૧૧.૪

,,

અમદાવાદ

૧૨.૭

,,

ડીસા

૧૧.૮

,,

વડોદરા

૧૨.૬

,,

સુરત

૧૭.૪

,,

રાજકોટ

૧૫.૦

,,

કેશોદ

૧૨.૦

,,

ભાવનગર

૧૪.૬

,,

પોરબંદર

૧૨.૪

,,

વેરાવળ

૧૬.૩

,,

દ્વારકા

૧૭.૬

,,

ઓખા

૧૮.૭

,,

ભુજ

૧૫.૨

,,

સુરેન્દ્રનગર

૧૫.૨

''

ન્યુ કંડલા

૧૩.૯

,,

કંડલા એરપોર્ટ

૧૨.૬

,,

અમરેલી

૧૨.૪

,,

ગાંધીનગર

૧૦.૨

,,

મહુવા

૧૩.૧

,,

દિવ

૧૩.૫

,,

વલસાડ

૧૦.૫

,,

જામનગર

૧૪.૦

''

વલ્લભ વિદ્યાનગર

૧૩.૮

,,

(12:55 pm IST)