Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મોરબીના જુના ઘુંટુ રોડ પરથી દેશી દારૂ ભરેલ રીક્ષા સાથે બે ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૧: મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી  રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સીટી બી ડિવિઝન પીઆઇ આઇ.એમ.કોંઢીયાની સુચનાથી પીએસઆઇ આર.બી ટાપરીયા સહિતની ટીમે પેટ્રોલીંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના વનરાજભાઈ ચાવડા તથા રમેશભાઈ મુંધવાને બાતમી મળેલ કે આરોપી દેવરાજભાઈ બળદેવભાઈ કોપણીયા રહે માનસર હળવદ તથા કિશનભાઈ ઉર્ફે બચ્ચન ધોધાભાઈ બાહપીયા રહે સુંદરગઢ હળવદ વાળાઓ સી.એન.જી. રીક્ષા રજી.નં. જીજે-૨૭-વાય-૯૧૨૯માં દેશી દારૂનોજથ્થો લઇ જતા હોવાની બાતમીના આધારે વાહન ચેકિંગ કરી શંકાસ્પદ રીક્ષા જણાતા તેને રોકી તપાસ કરતા રિક્ષામાંથી દેશી દારૂ ભરેલ પાંચ લીટરનાં બુંગીયા નંગ-૬૦ દેશીદારૂ લીટર-૩૦૦ કી.રૂ.૬૦૦૦ તથા મોબાઇલ નંગ ૨ કિં.રૂ.૩૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૪૯૫૦૦ સાથે આરોપી દેવરાજભાઈ બળદેવભાઇ કોપણીયા તથા કિશનભાઇ ઉર્ફે બચ્ચન ઘોઘાભાઇ બાહપીયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ આર બી ટાપરિયા, વનરાજભાઈ ચાવડા, દિનેશભાઇ બાવળીયા, રમેશભાઈ મિયાત્રા, દેવસીભાઇ મોરી, ભગીરથભાઈ લોખીલ, ઋતુરાજસિંહ જાડેજા તથા શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરેલ છે.

(12:56 pm IST)