Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ધોરાજી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીના મેનેજર દ્વારા ૧૪ લાખની ઉચાપત

સહકારી મંડળીના પ્રમુખ જે.ડી.બાલધાએ પૂર્વ મેનેજર વિરૂધ્ધ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૦: કુંભારવાડા વિસ્તારમાં આવેલ કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી ના પ્રમુખ અને સહકારી આગેવાન જમનાદાસ દુધાભાઈ બાલધા (જે ડી બાલધા) એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં મંડળી મા કર્મચારી તરીકે ફરજ બજાવતા નટવરલાલ નાથાભાઈ બાલધા એ ચેકો વટાવી રોજમેળ તથા પીએફ ખાતાવહીમાં ખોટી નોંધો કરી રકમ ટ્રાન્સફર કરી ૧૪. ૪૦.૦૯૨ લાખની ઉચાપત કરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ઘ ૪૦૬. ૪૦૯. ૪૨૦. મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સહકારી મંડળીમાં તારીખ ૭. ૪. ૧૯૯૧થી તારીખ ૨૧. ૭. ૨૦૨૦ સુધી કર્મચારી નટવરલાલ નાથાભાઈ બાલધા રહે ધોરાજી કુંભારવાડા રોડ વાળા એ પ્રથમથી જ મંત્રી તરીકે ફરજ બજાવેલ અને સહકારી મંડળીમાં નોકરી કરતા બધા કર્મચારીઓનો પગાર ધોરણ પી.એફ પણ મળતું હોય અને સહકારી મંડળીમાં રજીસ્ટર નોંધણી કરી હોય અને તેઓએ તારીખ ૧૨. ૭. ૨૦૨૦ ના રોજ લેખિતમાં રાજીનામું આપતા તારીખ ૧૮. ૭. ૨૦૨૦ ના રોજ કર્મચારી નટવરલાલ બાલધા નું રાજીનામું મંજૂર કરેલું હતું બાદ નોકરી સમય દરમિયાન મંડળીને કમિટી સભ્યોએ રાજીનામા મંજૂર કરેલ ત્યારે નોકરી સમય દરમિયાન કોઈપણ જાતની ગેરરીતિ કે ઉચાપત નીકળે તો તેની જવાબદારી પોતાની રહેશે તેવી શરતે મંડળીની કમિટી સભ્યોએ રાજીનામા મંજુર કરેલ.

આ સમય દરમ્યાન મંડળીના પૂર્વ કર્મચારી નટવરલાલ બાલધા કિસાન સહકારી મંડળીના કુલ ૧૭ ચેકો વટાવી તેમજ કોરા ચેક વટાવી ટ્રાન્સફર કરેલ તેમજ આરોપી નટવરલાલ બાલધા એ ખોટા ઠરાવ કરી ઠરાવ નંબર ૫ થી આર્થિક લાભ લેવા માં ખોટા દસ્તાવેજો ઉભા કરી ફિકસ ડિપોઝીટ વટાવેલ તેમજ મંત્રી નટવરલાલ બાલધા એ રોજમેળ કૂટનીતિ ખોટી એન્ટ્રીઓ કરેલ છે

તેમજ મંડળીના મંત્રી સંસ્થાનો હોવા છતાં વિશ્વાસ ઉપર કોરા ચેકમાં  સહીઓ હોય તેનો દુરુપયોગ કરી જાણ બહાર એક વટાવી રોજમેળ તથા પીએફ ખાતાવહી મા ખોટી નોંધો કરી પોતાના અંગત ખાતામાં રકમ ટ્રાન્સફર કરી રૂપિયા ૧૪.૪૦.૦૯૨ ની ઉચાપત કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોય છે. ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા પી.એસ.આઇ એસ એમ વસાવા પીએસઆઇ નયનાબેન કદાવલા વિગેરે એ તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)