Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડનાં વારીયા બાલમંદિર ટ્રસ્ટની જગ્યાના વિવાદમાં બંન્ને મહિલાઓ જામીન મુકત

પ્રથમ લેન્ડ ગ્રેબીંગ કેસમાં ખંભાળીયા કોર્ટનો ચુકાદો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૦: દેવભુમી દ્વારકા જીલ્લામાં ભાણવડના વારીયા બાલમંદિર ટ્રસ્ટની જગ્યાના વિવાદમાં બંન્ને મહિલાઓને ખંભાળીયા કોર્ટે જામીનમુકત કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે દેવભુમી દ્વારકાના ભાણવડ ગામે આવેલ જગ્યા વારીયા બાલમંદિર ટ્રસ્ટની જગ્યા આવેલી છે. આ જગ્યામાં શૈક્ષણીક હેતુ માટે અંદાજે ૪ર રૂમ બનાવવામાં આવેલ છે અને આ ટ્રસ્ટ હસ્તક ૩ શૈક્ષણીક સંકુલ આવેલા તેમાં એન.સી.ગાંગાણી ઇંગ્લીશ સ્કુલ, બાલમંદિર અને સ્કુલો બનાવામાં આવેલ છે.

આ સંસ્થાનું કાર્ય સારી રીતે ચાલતુ હતું પરંતુ ટ્રસ્ટીઓએ આ શૈક્ષણીક કાર્ય કરવામાં આર્થીક તંગી નડતા આ શૈક્ષણીક કાર્ય કરવામાં આર્થીક તંગી નડતા આ શૈક્ષણીક કાર્ય વધુ સારી રીતે થાય તે હેતુ માટે આશાદીપ એજયુકેશન ટ્રસ્ટનો સંપર્ક કરતા અને આ ટ્રસ્ટ ભાણવડ ખાતે શૈક્ષણીક કાર્ય કરતુ હોય તેથી તેઓને આ શૈક્ષણીક સંસ્થા ચલાવવા લાગણી વ્યકત કરેલ અને રસ દાખવેલ જેથી દસ વર્ષ માટે સહયોગ હેતુ પુર્તી કરારથી ફકત શૈક્ષણીક પ્રવૃતી ચલાવવા માટે આ જગ્યા આપેલ અને કરાર મુજબ આ ટ્રસ્ટને વાર્ષીક રૂ. પ,૦૦,૦૦૦ અંકે રૂપીયા પાંચ લાખ પુરા આપવાની શરતે આ જગ્યા આશાદીપ એજયુકેશન ટ્રસ્ટને આપેલ અને દર પાંચ વર્ષે આ મેન્ટેનન્સ ચાર્જમાં ૧૦ ટકાનો વધારો કરવો એ રીતના કરારથી આપવામાં આવેલ અને આ કરારમાં જુદી જુદી ૨૦ શરતો રાખવામાં આવેલી અને જે શરતો બંન્ને પક્ષકારોને મંજુર થતા આ જગ્યા આશાદીપ એજયુકેશન ટ્રસ્ટે ચલાવવા માટે રાખેલ અને આ જગ્યાનો કબ્જો આશાદીપ એજયુકેશન ટ્રસ્ટને શોપી આપેલ અને આ જગયામાં આશાદીપ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા શૈક્ષણીક કાર્ય ચાલુ કરવામાં આવેલ.

પરંતુ છેલ્લા પાંચ વર્ષથી મેન્ટેનન્સ ચાર્જ ચુકવવામાં આશાદીપ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી આરતીબેન પંડીતને રૂબરૂ સમજાવવા માટે બોલાવેલ અને બાકીરહેતો મેન્ટેનન્સ ચાજૂ ચુકવવા અને કરાર મુજબ વર્તવા જણાવેલ ત્યારે આરતીબેન પંડીતે એવું જણાવેલ કે હવે તમારે આ બાબતની ચર્ચા નિલેષભાઇ કે જે અમદાવાદ રહે છે તથા સાજણભાઇ ગઢવી રે. મોવાણા તથા રામભાઇ ગઢવી રે. ભોગાતવાળા સાથે વાત કરવાની રહેશે. જેથી ટ્રસ્ટીઓએ જણાવેલ કે અમોએ કરાર તમારી સાથે કરેલ અને આ લોકોને અમો કોઇ ચર્ચા કરવા માંગતા અને આમ કહી મેન્ટેનન્સ ચાર્જ ભરવાનું જણાવતા પરંતુ આ સંસ્થાઓ દ્વારા છેલ્લા બે વર્ષથી મેન્ટેનન્સ ચાર્જ ચુકવવાનું બંધ કરેલ અને આ સંસ્થા ઉપર તા.૩૧-પ-ર૦ર૦ સુધીના સંસ્થા ઉપર ૧૬,પ૧,૭૮ર અંકે રૂપીયા સોળ લાખ એકાવન હજાર સાતસો બીયાશીની રકમ ચડી ગયેલ હોય અને આ સંસ્થાઓએ ચુકવેલ ન હોય અને સને ૨૦૧૭માં ભાણવડ પોલીસે સંકુલમાં રેડ પાડતા ત્યાં જુગાર રમતા હોય ત્યાં જુગાર રમતા મળી આવેલ તેથી આશાદીપ ખેજયુકેશન ટ્રસ્ટને તા.૩૦-૧૧-ર૦૧૮ના રોજ એક લેખીત નોટીસ આપી હતી મુદત વધારો કરવા માંગતુ ન હોય ખાલી કરી આપવા જણાવેલ તે નોટીસનો આશાદીપ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા કોઇ પ્રત્યુતર ન આપતા બીજી નોટીસ તા.૧૦-૯-ર૦૧૯ના રોજ આપેલ. ત્યાર બાદ આ કરારની મુદત તા.૩૧-પ-ર૦ર૦ના રોજ પુરી થતી હોય આ જગ્યાનો કબ્જો સોંપી આપવા જણાવેલ અને આ જગ્યાના ટ્રસ્ટી નીશીતભાઇ સંઘવી ઉપર રામભાઇ ગઢવીનો ફોન આવેલ અને ફોનમાં ધમકીઓ આપેલ તેથી આ ટ્રસ્ટના પ્રમુખ વકીલ બલદેવભાઇ મશરીભાઇ વારોતરીયાએ પોલીસમાં ફરીયાદ લખાવેલ. આ ફરીયાદના આધારે ભાણવડ પોલીસમાં આરોપી આરતીબેન દિપકભાઇ પંડીત તથા કૃપાબેન રસીકલાલ ઠાકર, સાજણભાઇ ગઢવી, રામભાઇ ગઢવી અને નિલેષભાઇ અમદાવાદ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી.

આરતીબેન દિપકભાઇ પંડીત તથા કૃપાબેન રસીકલાલ ઠાકરની ધરપકડ કરેલ અને તેને કોર્ટમાં રજુ  કર્યા હતા. ખંભાળીયાના સ્પે. જજે આ બન્ને આરોપીઓને જેલ હવાલે કરેલ. આ બન્ને આરોપીઓ આરતીબેન દિપકભાઇ પંડીત તથા કૃપાબેન રસીકલાલ ઠાકરે જામીન ઉપર મુકત થવા માટે ખંભાળીયાના સ્પે. જજ ડી.ડી.બુધ્ધદેવ સાહેબની કોર્ટમાં કરતા ડી.ડી. બુધ્ધદેવ બંન્ને આરોપીઓને રૂ. ૧૫૦૦૦ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરતીબેન પંડીતના વકીલ તરીકે મનોજ એમ.અનડકટ, મીનાબેન નાણાવટી, રાજેશ એમ.અનડકટ, હેત એમ.અનડકટ, બીરેન જેઠવા, જીત એમ.અનડકટ રોકાયેલ હતા.

(12:59 pm IST)