Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ગુજરાતના પ્રથમ હિમોડાયાલીસ સેન્ટર જામજોધપુર આરોગ્ય કેન્દ્રમાં શરૂ

જામજોધપુર તા.૧૦ : સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની માંગણીને લઇ રાજય સરકાર દ્વારા હિમોડાયાલીસ સેન્ટર ફાળવાયુ હતુ. જેમાં રાજય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાંચ મશીન મુકયા હતા. જેમનું ઉદઘાટન ધારાસભ્ય કાલરીયાની ઉપસ્થિતિમાં દર્દીઓના હસ્તે અગ્રણી ભીમશીભાઇ ચોચા તેમજ ક્રિપાલસિંહ જાડેજા, અશોકભાઇ કાંજીયા, મુકેશભાઇ કડીવાર, હિરેનભાઇ ખાંટ, ધીરૂભાઇ કાંજીયા, તા.પં. સદસ્યો ન.પા. કોર્પોરેટરો સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.મેઘપરા તથા સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં કરાયુ હતુ.

આ હિમોડાયાલીસ સેન્ટર શરૂ થતા જામજોધપુર ઉપરાંત આજુબાજુના તાલુકાના કીડનીના દર્દીઓને લાભ મળશે. ગુજરાતનું આ પ્રથમ ડાયાલીસીસ સેન્ટર જામજોધપુરને ફાળવાયા બાદ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં અન્ય તાલુકામાં પણ હિમોડાયાલીસીસ સેન્ટર ખોલવાના પ્રયાસો કરી રહી છે.

(11:38 am IST)