Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મીઠાપુર પોલીસનું સરાહનીય કાર્ય

મીઠાપુરઃ હાલમાં કોરોનાના કેસો ફરીવાર કુદકે ને ભૂસકે વધી રહયા છે અને તેમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી તો કેસોનો આંકડો ખુબ જ વધી રહયો છે ત્યારે આ મહામારીથી રક્ષણ મેળવવા માટે કોરોના વેકસીન લેવા છતાં પણ માસ્ક પહેરવા અનેસામાજિક અંતર જાળવવા જેવા પગલાઓ લેવા ખુબ જ જરૂરી બન્યા છે. ત્યારે મીઠાપુર પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને લોકો આ મહામારીની જપેટમાં ના આવી જાય તે માટે મીઠાપુર પોલીસ દ્વારા મીઠાપુર રેકડી બજાર, મેઇન બજાર, ટાટા ગેટ વિસ્તાર, સુરજકરાડી શાક માર્કેટ, સોની બજાર વગેરે જગ્યાઓએ કે જયાં સૌથી વધુ લોકો એકત્રિત થાય છે ત્યાં માઇક દ્વારા એનાઉન્સમેંટ કરવા ઉપરાંત માસ્ક વિતરણ કરાયું હતું.(તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયાઃ મીઠાપુર)

(11:43 am IST)