Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જામનગરમાં માણાવદરના લીંબુડા ગામના યુવકે ગળે ફાંસો ખાધો

જામનગર, તા.૧૦: જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના લીંબુડા ગામે રહેતા સુમનભાઈ શામજીભાઈ મોરી જાતે પટેલ ઉ.વ. ૬૧ એ સીટી સી ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે સત્યમ કોલોનીમાં આવેલ પરિવાર એપાર્ટમેન્ટ વિંગ નં. ઈ ફલેટ નંબર ૩૦૧માં રહેતા સમીર સુમનભાઈ મોરી ઉ.વ. ૩પ વાળાએ કોઈપણ કારણોસર પોતાના ઘરે છતના પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

રોજીયા ગામે ૧૮ બોટલ દારૂ ઝડપાયો

ધ્રોલ પોલીસ મથકના એમ.જે.પરમારે આરોપી નિતીન વિહાભાઈ બાંભવાના રહેણાંક મકાને રોજીયા ગામેથી પોલીસે તેમના કબ્જામાંથી ૧૮ બોટલ ઇગ્લીશ દારૂની કિંમત રૂ. ૯ હજાર સાથે દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ગજુભા જાડેજા સાથે ભાગીદારમાં વેંચાણ અર્થે રાખતા રેઈડ દરમ્યાન નિતીનને ઝડપી પાડયો હતો.

પત્નિને ત્રાસ આપતા

લાલપુર તાલુકાના રાફુદળ ગામે રહેતી પૂનમબેન ભાવિનભાઈ કણજારીયા ઉ.વ. ર૬ એ લાલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧–૬–૧૬ થી તેણીનો પતિ ભાવીન નારણભાઈ કણજારીયા રહે. શાક માર્કેટ સામે ખંભાળીયાવાળાએ ફરીયાદીને અવાર નવાર હેરાન પરેશાન કરી શારિરીક માનસિક દુઃખ ત્રાસ આપી મારકૂટ કરી ગુન્હો કરેલ છે.

(12:50 pm IST)