Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભુજ શહેર તથા તાલુકાના ૨૩ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ

ભુજ : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં હિરાણીનગરમાં ઘર નં.૧૯૦ કુલ-૧ ઘરને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં શિવમ પાર્કમાં આવેલ ઘર નં.૪૫-એ કુલ-૧ ઘરને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં એન.આર.આઇ. કોલોનીમાં આવેલ ઘર નં.૧૦૧ કુલ-૧ ઘરને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશનમાં આવેલ ઘર નં.૫૩૯ થી ૫૪૬ સુધી કુલ-૮ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશનમાં આવેલ ઘર નં.બી-૧૫૩ થી બી-૧૫૭ સુધી તથા બાજુની લાઇનમાં આવેલ ઘર નં.બી-૧૨૮ થી બી-૧૩૦ તેમજ ઘર નં.બી-૧૩૨ કુલ-૯ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં હરિપર રોડ પર સરદારપટેલ નગરમાં આવેલ ઘર નં.૨૨/૨૩-એ તથા ઘર નં.૨૨/૨૩-બી કુલ-૨ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં કેમ્પ એરિયામાં કુંભારવાડી મસ્જિદ પાસે આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર નાગરિક સોસાયટીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં ન્યુ ગરબી ચોકમાં આવેલ ઘર નં.૭૫-બી, ૭૫-સી, ૮૧-એ, ૮૧-બી તથા ઘર નં.૮૨-એ કુલ-૫ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં બેન્કર્સ કોલોનીમાં આવેલ ઘર નં.૨૦ કુલ-૧ ઘર (૩-માળ) ને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં શેરી નં.૧૧ માં આવેલ ઘર નં.૨૧૫ થી ૨૬૦ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવપાર્ક-૧ માં આવેલ ઘર નં.ઈ (પ્લોટ નં.૧૧૯/૧૨૬ ઈ) તથા બાજુમાં આવેલ ઘર નં.૧૧૯/૧૨૬ બી, સી, ડી, ઈ તથા ૧૧-૧૨, ઈ-૩ તથા સામેની બાજુ આવેલ ઘર નં.૧૭/૨, એ.વાય, એ.એકસ, એફ તથા ઘર નં.૧૧૯-ઈ કુલ-૧૧ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર સહજાનંદ બંગ્લોઝમાં આવેલ ઘર નં.૨૧૯ થી ૨૨૬ સુધી કુલ-૮ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં સુંદરમનગરમાં આવેલ ઘર નં.૧૯ થી ૨૨ સુધી કુલ-૪ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં મારૂતિ પ્લોટમાં આવેલ ઘર નં.૧૧૨ થી ૧૧૭ સુધી, તથા સામેની બાજુ આવેલ ઘર નં.૧૦૪ થી ૧૦૮ સુધી કુલ-૧૧ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં જુની ઉમેદનગરમાં આવેલ ઘર નં.૨૦૪ થી ૨૦૮ સુધી કુલ-૫ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં ગણેશનગરમાં પોલીસ લાઇનમાં આવેલ ઘર નં.૧૦૪, બાજુમાં આવેલ ઘર નં.૧૦૫ તથા સામેની બાજુ આવેલ ઘર નં.૧૩૧ કુલ-૩ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં કલ્યાણેશ્વર વાડી ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૧ ઘરને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં એરપોર્ટ રોડ પર શિવઆરાધનામાં આવેલ ઘર નં.૧ થી ૧૧ સુધી કુલ-૧૧ ઘર અને ૨ બંધ ઘરને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરમાં સોનીવાડમાં પબુરાઇ ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘર અને (૨ બંધ ઘરને) તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના ધાણેટી ગામમાં આવેલ ઘર નં.૯૮ થી ૧૦૭ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના ભુજોડી ગામે રેલવે ફાટક પાસે દિવ્ય ભાસ્કર પ્રેસની બાજુમાં આવેલ ઘર નં.૧ તથા ઘર નં.૨ કુલ-૨ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં ગુંદાવાડીમાં આવેલ ઘર નં.૧ થી ૧૦ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૧/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.

(7:47 pm IST)