Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પોરબંદરમાં માસ્ક નહિ પહેર્યાનું કહીને પોલીસ લઇ ગયા બાદ યુવાનનું મોત

ઘર પાસે ઉભો હતો ત્યારે ચેકિંગમાં નીકળેલી પોલીસ લઇ ગયા બાદ મોત થતા ચકચાર : હાર્ટએટેક આવ્યાનું પોલીસનું કથન : મૃતદેહને પીએમ માટે મોકલાયો

પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં મદ્રેસા સ્કૂલ પાસે કાદરભાઈ સંધી નામના યુવાનને માસ્ક નહીં પહેર્યું એમ કહીને પોલીસ લઈને  ગઈ હતી , પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ મૃત્યુ થતા ચકચાર જાગી છે  જોકે આ યુવાનને પોલીસ સ્ટેશને લાવે એ પહેલા એટેક આવી ગયાનું પોલીસે જણાવ્યું હતું, હાલમાં યુવાનને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે

આ અંગે વધુ વિગત મેળવાઈ રહી છે 

(11:21 pm IST)