Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ચારના મોત અને ૩૭૫ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૭,૩૪૫ કેસો પૈકી ૪,૪૨૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦: ભાવનગર જિલ્લામા વધુ ૩૭૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૭,૩૪૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૩૬ પુરૂષ અને ૮૮ સ્ત્રી મળી કુલ ૨૨૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૭, દ્યોદ્યા તાલુકામાં ૧૮, તળાજા તાલુકામાં ૪૧, મહુવા તાલુકામાં ૧૮, વલ્લભીપુર તાલુકામાં ૬, પાલીતાણા તાલુકામાં ૪, સિહોર તાલુકામાં ૧૨, ગારીયાધાર તાલુકામાં ૫, ઉમરાળા તાલુકામાં ૫ તેમજ જેસર તાલુકામાં ૫ કેસ મળી કુલ ૧૫૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ મળી કુલ ૪ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૦૬ અને તાલુકાઓમાં ૧૨૪ કેસ મળી કુલ ૪૩૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૭,૩૪૫ કેસ પૈકી હાલ ૪,૪૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:11 am IST)