Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વાંકાનેર ગાયત્રી કોવીડ કેર સેન્ટરમાં બ્લડ અને પ્લાઝમાં ડોનેશન કેમ્પમાં ૧પ૧ રકતદાતાએ રકતદાન કર્યુ

પી. કે. રામાવાતે ૧૦૮ મી વાર રકતદાન કર્યુ સંસ્થાએ સન્માન કર્યુઃ આર.એસ.એસ. અને જસદણ સીરામીક ગ્રુપનું સુંદર આયોજન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૦ :.. કોરોના મહામારીમાં કોરોના દર્દીઓને સુંદર સેવા પુરી પાડનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ ગાયત્રી મંદિર પાસે ને બીલ્ડીંગમાં પ૦ બેડનું શ્રી ગાયત્રી કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓને નિઃશુલ્ક તમામ સુવિધા આપવામાં આવે છે. જેમાં જસદણ સીરામીક ગ્રુપના યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલ અને અન્ય વાંકાનેર-મોરબીના ઉદ્યોગપતિ દ્વારા આર્થિક તેમજ જરૂરી દવા રેપીડ ટેસ્ટ કીટ સહિતની સુવિધા મળી રહે છે.

આ કોવીડ કેર સેન્ટરના સંચાલકો ગાયત્રી શકિત પીઠના અશ્વિનભાઇ રાવલ, મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હીરેન પારેખ, મોરબી જીલ્લા યુવા ભાજપના વર્તમાન મહામંત્રી ચેતનગીરી ગોસ્વામી, રાહુલ જોબનપુત્રા, રૂષીભાઇ ઝાલા, હર્ષ પટેલ સહિતની યુવા ટીમ દ્વારા દર્દીઓની વર્તમાન સમયમાં સેવા સાથે આ બીમારીમાં બ્લડ અને પ્લાઝમાંની દરેક સેન્ટરમાં ખુબ જરૂરત પડતી રહે છે. અને ૧૮ વર્ષથી ઉપરનાને વેકસીનેશન શરૂ થાય તે પહેલા મેગા બલ્ડ ડોનેશન કેમ્પ કરી લોકોની મહામુલી જીંદગી બચાવવા આપણે વધુ પ્રયાસ કરવાની નેમ સાથે ગાયત્રી કોવીડ કેર સેન્ટર ઉપર બ્લડ અને પ્લાઝમાં ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ

જેમા મોરબી આર.એસ.એસ.ના વડીલ ડો. ભાડેશીયા આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ થયો હતો સવારથી જ ડોનરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બ્લડ આપવા લાંબી લાઇન લાગી હતી અને સવારથી જ બપોર સુધીમાં બન્ને મળી ૧૫૧ રકતદાતાઓએ રકતદાન કરી એક સારૂ કાર્ય કર્યાનો અહેસાસ અનુભવતા નજરે પડ્યા હતા. કુંભારપરા વિસ્તારમાં રહેતા પી.કે. રામાવત નામના પ્રૌઢે ૧૦૮ વાર રકતદાન કરી ખુશી વ્યકત કરતા જણાવેલ કે માતાજીની દયા થાય તો ૧૧૧ વાર રકતદાન કરવુ  છે. આ પ્રૌઢનો જુસ્સો બરકરાર રહ્યો હતો અને સંસ્થાના ઉપરોકત અગ્રણીઓના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપરોકત બન્ને સંસ્થા ઉપરાંત જસદણ સીરામીક ગૃપ અને ફીલ્ડ માર્શલ બ્લડબેંક- રાજકોટના સહયોગથી યોજાયેલા બ્લડ અને પ્લાઝમાં કેમ્પ કોઇપણ રકતદાતાની તબીયત બગડે નહી તેની કેર માટે ડો. એ.જે. મસાકપુત્રા, ડો. અભીષેક પરસાણીયા તથા બ્લડ બેંકના ડોકટર અને સ્ટાફ દ્વારા સતત નિરીક્ષણ ઉપરાંત તમામ ડોનરોને ચા, કોફી, શરબત, ઠંડાપીણા જે જરૂરત લાગે તે તાત્કાલીક કેમ્પ સ્થળે જ આપવામાં આવેલ. જગદીશભાઇ પટેલ, શૈલેષભાઇ પટેલ, કૌશલ પંડ્યા, મહાવિરસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ ઝાલા વઘાસીયા, મુસ્તાકભાઇ બ્લોચ, ના.મા. બી.એસ. પટેલ, વિરાજ મહેતા, દિપક પટેલ રઘુરાજસિંહ સરવૈયા, ભગીરથસિંહ ઝાલા વિગેરે અગ્રણીઓ આ કેમ્પની મુલાકાત લીધી હતી અને બ્લડ ડોનેટ પણ કર્યુ હતું. ડો. ભાડોશીયા એ ગાયત્રી કોવીડ કેર સેન્ટરની પણ મુલાકાત લઇ સારવારમાં રહેલા દર્દીઓના સ્વાસ્થયના ખબર પુછેલ અને કોવીડ સેન્ટરના સંચાલકોની સેવાને બીરદાવી ધન્યવાદ આપ્યા હતા.

(11:38 am IST)