Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગોંડલના શારદા જહાટકિયા ટ્રસ્ટ દ્વારા આજથી કોરોનાની દવા વિનામૂલ્યે અપાશે

તબીબનું પ્રિસ્ક્રીટશન, આધારકાર્ડની નકલ જરૂરી રહેશે

રાજકોટઃ ડો.સી.જી. સરૈયા ચેરીટેબલ ટ્રસ્ટ- મુંબઈ અને શ્રીમતી શારદા જહાટકિયા મેમોરીયલ ટ્રસ્ટ- ગોંડલની સંયુકત યાદી મુજબ ગોંડલ તથા તેનાં આસપાસનાં ગ્રામ્યજનોમાં આ કોવિડ-૧૯ની મહામારીનાં સમયમાં અત્યારના આ કફોડી આર્થિક પરિસ્થિતિમાં ગરીબ અને આર્થિક જરૂરીયાતવાળા દર્દીઓને ડોકટરો દ્વારા લખી આપવામાં આવતી કોવિડ-૧૯ માટેની દવાઓ તદ્દન વિનામૂલ્યે હોસ્પિટલમાંથી વિનામૂલ્યે આપવામાં આવશે. આ દવાઓમાં ઈન્જેકશન લખેલ હશે તે આપવામાં આવશે નહીં.

આ સાથે દર્દીએ (૧) ડોકટરનું પ્રિસ્ક્રીપ્શન સાથે લાવવાનું રહેશે, (૨) આધારકાર્ડની કોપી આપવાની રહેશે. આ દવાઓ આજથી તા.૧૦ને સોમવારથી વહેલા તે પહેલાને ધોરણે આપવામાં આવશે. જયાં સુધી દવાનો સ્ટોક હશે ત્યાં સુધી કોવિડનાં બધા જ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવશે. ગોંડલ તથા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ દર્દીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે. ફોન (૦૨૮૨૫) ૨૪૦૪૦૭ / ૨૨૧૩૯૭.

(11:41 am IST)