Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ઉના તાલુકામાં એક મહિનામાં પરરથી વધુ કોરોનાથી સંક્રમિત ગ્રામ્યના આરોગ્ય કેન્દ્રોમાં પુરતી ટેસ્ટ કીટ અને ડોકટરો નથી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૦ :.. શહેર અને તાલુકામાં એક મહિનામાં પરર થી વધુ વ્યકિતઓને કોરોના ચેપ લાગ્યો હતો. ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં પુરતી ટેસ્ટ કીટ ઇન્જેકટ અને ડોકટરો નહી હોવાની ફરીયાદો ઉઠી છે.

ઉનામાં એકમાત્ર ખાનગી કોવીડ કેર હોસ્પીટલ છે. ત્યાં રર બેડ છે. જે એક માસથી ભરચક છે. અને દર્દીઓને મોટા ખર્ચા ભોગવવા પડે છે. ઉનાના ધારાસભ્ય ર મહિનાથી સરકારી કોવીડ હોસ્પીટલ પ૦  બેડની શરૂ કરવા રજૂઆત કરે છે. પણ વહીવટી તંત્ર શરૂ કરી શકતુ નથી. જીલ્લા મથકે તમામ હોસ્પીટલમાં વેઇટીંગ લીસ્ટ છે. તાલુકામાં એક મહિનામાં પરર થી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો હતો.

ઉના તાલુકાના આંતરીયાળ ૭૭ ગામડાઓ આવેલ છે. સરકાર તરફથી આરોગ્ય કેન્દ્ર હોસ્પીટલ શરૂ કરાઇ છે. પરંતુ હોસ્પીટલોમાં કોરોનાની ટેસ્ટ કરવા ટેસ્ટ કીટો ઓછી આવે છે. ઘણા આરોગ્ય  કેન્દ્રોમાં કોરોના  વકસીનેશન થતુ નથી. ઘણા કેન્દ્રોમાં ડોકટરોની જગ્યા ખાલી છે. ખુદ ઉનાની રેફરલ હોસ્પીટલમાં મહત્વના ડોકટરો એમ. ડી. ડોકટરોની જગ્યા ખાલી છે. તેથી ગામડાની જનતા ભગવાન ભરોશે છે. અને ગામડામાં ડીગ્રી વગરના ડોકટરો પાસે તગડી રકમ ચૂકવી સારવાર લેવી પડે છે.

ઉના તાલુકાનાં દરિયા કિનારે આવેલ ૧૦ હજારની વસ્તી ધરાવતું સૈયદ રાજપરા બંદરમાં માછીમાર ફિસાય સાથે સંકળાયેલ લોકો વધુ છે. અભણ અને અશિક્ષીત હોવાથી કોઇ માર્ગદર્શન મળતું નથી. છેલ્લા એક મહિનાથી આ ગામમાં ઘરે ઘરે તાવ-શરદી - ઉધરનાં કેસો છે. અને ઘણા લોકોમાં કોરોના સંક્રમણનાં શંકાસ્પદ કેસો જોવા મળે છે. સૈયદ રાજપરામાં સીએચસી હોસ્પીટલ છે. પરંતુ આ હોસ્પીટલમાં છેલ્લા એક માસથી રેપીટ ટેસ્ટ કીટ આવેલ નથી. તેથી ચેકઅપ થતુ નથી. અને છેલ્લા એક મહિનામાં આ ગામમાં ૧પ થી વધુ લોકોનાં સંકાસ્પદ મોત થયાનું ગામનાં આગેવાન પ્રકાશભાઇ બાંભણીયાએ જણાવેલ છે.

આ દવાખાનામાં કોરોના વાયરસ માટેની દવાઓ પણ નથી, લોકોમાં અજ્ઞાનતાને કારણે સોશ્યલ ડીસ્ટન્સ તથા સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. તો સરકારી વહીવટી તંત્ર દ્વારા આ ગામની હોસ્પીટલમાં ટેસ્ટ કીટ તથા દવાઓ ઉપલ્બધ કરાવે તેવી માંગણી છે. નહીતર આ ગામ અને આજુબાજુનાં ગામમાં કોરનાનું સંક્રમણઓ હજુ વધી શકે છે.

(11:43 am IST)