Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનાની મહામારીમાં સોજીત્રા પરિવાર તેમજ મિત્રોના સહકારથી અમરેલીમાં રોજનાં ૧૪૦૦ જેટલા ટીફીન પહોંચાડાય છે : અવિરત દાન

અમરેલી,તા. ૧૦: અમરેલી શહેરમાં પણ તમામ હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઉપરાંત ઘરે પણ લોકો કોરોનાની સારવાર લઈ રહેલા હોય તેવા તમામ દર્દીઓ તેમજ હોસ્પીટલમાં દાખલ દર્દીઓ અને તેની સાથે આવેલ સ્વજનોને સુખનાથ પરા, પટેલવાડી ખાતે સોજીત્રા પરિવાર અને મિત્રોનાં સહકારથી ટીફીન સેવા છેલ્લા રર દિવસથી શરૂ કરવામાં આવેલ છે. આજરોજથી રોજનાં ૧૪૦૦ થી વધારે ટીફીન બંને ટાઈમનાં થઈને જાય છે. આ અનેરી સેવામાં લોકોનો દાન માટે પણ અવિરત પ્રવાહ શરૂ થયો છે જેમાં રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે મળેલ દાનની વિગત નીચે મુજબ છે.

(૧) રૂ.૧,૦૦,૦૦૦/–  સ્વ. દિનેશભાઈ (મુનાભાઈ) આડતીયા હસ્તે કરણ આડતીયા તેમજ તુષારભાઈ જોષી તરફથી  (ર) રૂ.રપ,૦૦૦/– સાગર સિઘ્ધપુરા (૩) રૂ.ર૦,૦૦૦/– જય પટેલ શાકભાજી માર્કેટયાર્ડનાં વેપારી (૪) રૂ.૧૧,૦૦૦/–  સ્વ. ચંદ્રિકાબેન લક્ષ્મીદાસ આડતીયા હ. ભાવેશભાઈ આડતીયા (પ) રૂ.૧૧,૦૦૦/– કાકાસાહેબ (ભાયલાલકાકા) (૬) રૂ.૧૧,૦૦૦/–  ઈકબાલભાઈ રઈશ (૭) રૂ. ૯,૦૦૦/–  પી.પી. પડસાલા(બરોડા બેંક) (૮) રૂ.પ૧૦૦/– સ્વ.નર્મદાબેન મનજીભાઈ બકરાણીયા હ.જીગ્નેશભાઈ (૯) રૂ.૧૦,૦૦૦/– ભવનેશભાઈ પ્રવિણભાઈ પરીખ (૧૦) રૂ.પ,૦૦૦/– રાજુભાઈ શિંગાળા (વ્રજ પ્રિન્ટીંગ પ્રેસ (૧૧) રૂ.પ,૦૦૦/– અમિતભાઈ જાદવ (૧ર) રૂ.પ,૦૦૦/– સચિન શિંદે (૧૩) રૂ.પ,૧૦૦/–દલસુખભાઈ પાનશેરીયા (૧૪) રૂ.૩,૦૦૦/– ગૈાતમભાઈ મકવાણા (૧પ) રૂ.ર,પ૦૦/– મુકેશભાઈ ધાનાણી (૧૬) રૂ.ર,પ૦૦/– પરેશભાઈ પંડયા (સેક્રેટરી–માર્કેટયાર્ડ) (૧૭) રૂ.ર,પ૦૦/– નયનાબેન કિરણભાઈ કોરાટ (૧૮) રૂ.ર,૧૦૦/– સ્વ. ચંપકલાલ ખારા (૧૯) રૂ.ર,૧૦૦/– ઉમેશ છગનલાલ દુધાત (ર૦) રૂ.ર,૧૦૦/– ભીખાલાલ વનમાળીદાસ અગ્રાવત (ર૧) રૂ.ર,પ૦૦/– સ્વ.ત્રિવેણીબેન જગજીવનદાસ મહેતા હ. દુર્ગાબેન (રર) રૂ.ર૦૦૦/– મીતેશ છોટાલાલ પરીખ (ર૩) રૂ.૧૧૦૦/– પ્રેમિલાબેન સણોસરાવાળા (ર૪) રૂ.૧૧૦૦/– રઘુવીર મેડીકલ (રપ) રૂ.૧૦૦૦/– જેઠાલાલ ચકુભાઈ જોષી (ર૬) રૂ.૧૦૦૦/– હિતેષભાઈ પરમાર (બચ્ચન) (ર૭) રૂ. ર૦૦૦/– જેન્તીલાલ લાલજીભાઈ ગજેરા (ર૮) રૂ.પ૦૦/– યોગીભાઈ ભટ્ટ આ રોકડ સહાય ઉપરાંત વસ્તુ સ્વરૂપે નીચે મુજબ દાન આપેલ છે.

(૧) ચોખા ૭૦ કિલો, તુવેરદાળ પ૦ કિલો, તેલના ડબા–પ, ઘી ૧પ કિલો, મગદાળ ૧૦ કિલો, મીઠું, ગરમ મસાલો હ. કાકા (ર) હળદર પ કિલો, ધાણાજીરૂ પ કિલો, મરચું પ કિલો, હ. ગજાનંદ મસાલા તરફથી (૩) પાણીની બોટલ ૧૪પ૦  હ. નિલેશભાઈ દેસાઈ (૪)  મગ ૬૦ કિલો હ. શૈલેષભાઈ મધુભાઈ દુધાત (પ) ચોખા પ૦ કિલો હ. અશોકભાઈ સગર (૬) સીંધાળુ ર૦ કિલો, મરચું ૭ કિલો, ધાણાજીરૂ ર કિલો, આખુ જીરૂ ર કિલો, હળદર ૬ કિલો હ. કિરીટભાઈ ભાટીયા (૭) ઘઉં ર૦ મણ સ્વ. મધુભાઈ નાથાભાઈ જોગાણી હ. હર્ષદભાઈ જોગાણી (૮) ઘઉં પ મણ પટેલ મારબલ (પ્રાગજીભાઈ).

(11:45 am IST)