Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જસદણના યુવા ઉદ્યોગપતિઓની કોવીડ હોસ્પિટલમાં પ્રેરણાદાયી સેવા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૦ : જસદણના આજુબાજુના વિસ્તારો માટે આશીર્વાદ સમાન અને કોરોના ગ્રસ્ત લોકોને મદદરૂપ થવાના આશયથી એમ એમ યાન્સ કિવિડ હોસ્પિટલ તા.૧૭-૪ થી શરૂ કરવામાં આવી હતી.

આ કોવીડ કેર સેન્ટરમાં ઘણા બધા દાતાશ્રીઓએ પોતાની યથાશકિત પ્રમાણે દાન અને સેવા આપી છે આ સેન્ટરની શરૂઆતથી એમ એમ યન્સ કંપની તરફથી ૫૧ લાખ જેટલું મોટી રકમમાં દાન આપવામાં આવ્યું અને સાથે કંપનીના ડિરેકટર શ્રી ગિરધરભાઈ ભુવા અને રમેશભાઈ હિરપરા આ બે મહાનુભાવોએ કોવિડ કેર સેન્ટરમાં રાત્રીનું તમામ મેનેજમેન્ટની જવાબદારી ઉપાડી દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની સાથે બરોબર સારવાર થઈ રહી છે કે નહીં, લોકોને ચા, નાસ્તો, જમવાની વ્યવસ્થા સારી કવોલિટીની મળે છે તે પોતે જાતે નિરીક્ષણ કરી ખડે પગે રહી આખી રાત પોતાની હાજરી આપી અને દિવસમાં પોતાની કંપનીનું થોડું ઘણું કામ પતાવીને પાછા પોતાના આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા પોતે હર હંમેશ હાજર રહ્યા છે. આ બંને મહાનુભાવોને જસદણ વિસ્તારના લોકોએ સેવા કામગીરી બદલ અભિનંદન આપ્યા છે.

(11:45 am IST)