Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જુનાગઢમાં મકાન ખાલી કરી ભાગી જવાનું કહી પિતા અને બે પુત્રો પર સશસ્ત્ર હુમલો

જીતુભાઇ કોડીયાતર અને એક પુત્ર કુમાર જુનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ ગંભીર ઇજાગ્રસ્ત અભયને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૦: જુનાગઢમાં રાજીવનગર વિસ્તારમાં રહેતાં રબારી પરિવારના પિતા-બે પુત્રો પર પડોશમાં જ રહેતાં શખ્સોએ સશસ્ત્ર હુમલો કરતાં પિતા પુત્રને જુનાગઢ હોસ્પિટલમાં અને એક પુત્રને ગંભીર ઇજા પહોંચી હોઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

રાજીવનગરમાં રહેતાં અભય જીતુભાઇ કોડીયાતર (ઉ.વ.૧૮) પર સાંજે ઘર નજીક ઉમેદ, કિશોર, વિશાલ, નવાઝ સહિતનાએ કુહાડી-પાઇપથી હુમલો કરતાં તેને બચાવવા તેના પિતા જીતુભાઇ કોડીયાતર (ઉ.વ.૪૫) અને મોટો ભાઇ કુમાર કોડીયાતર (ઉ.વ.૨૦) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં આ બંનેને જુનાગઢ હોસ્પિટલમાં અને અભયને વધુ ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

અભયના માતા કૈલાસબેનના કહેવા મુજબ પડોશીઓને અમારું મકાન પડાવી લેવું હોઇ તે બાબતે માથાકુટ કરી ગાળાગાળી કરતાં ના પાડતાં હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. આક્ષેપો અંગે તપાસ થઇ રહી છે.

(11:52 am IST)