Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ધ્રોલ : ઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરિત ઉમા કોવિડ કેર સેન્ટર ટીમો દ્વારા રેપીડ ટેસ્ટઃ એક દિવસમાં બે ગામડાઓમાં કેમ્પનું આયોજન : ગામડાને કોરોના મુકત કરવા દોડાદોડ

ીધ્રોલ,તા. ૧૦:ઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરીત તથા ધ્રોલ ઉમા કોવીડ કેર સેન્ટર દ્રારા ગામડાઓ મા જઈ રેપીડ ટેસ્ટ કરી કોરોના પોઝીટીવ દર્દીઓને દાખલ કરવા ની જરુર હોય તેવા દર્દીઓને ઉમા કોવીડ કેર સેન્ટર ધ્રોલ જી.એમ પટેલ સ્કુલમાં દાખલ કરવામાં આવે છે અને જે દર્દીઓને સામાન્ય હોય તેવા દર્દીઓને દવા સહિત તમામ સુવિધાઓ આપવામાં આવે છે. ઉમા કોવીડ કેર સેન્ટર દ્રારા ધ્રોલ જોડીયા તાલુકાના ગામડાઓ એક દિવસમાં બે ગામડાઓમાં જઈને રેપીડ ટેસ્ટ કરવામાં આવેછે અને ગામડાઓ ને કોરોના મુકત કરવા માટે સંસ્થા તથા ટીમ સતત લોકોની સાથે.. તમામ ખર્ચ ઉમા કોવિડ કેર સેન્ટર ધ્રોલ સંસ્થાના સહયોગથી દિવસને દિવસ કોરોના મહામારી લોકો સુધી પહોંચી અને કોરોના દર્દીઓ સારવાર મળે તે માટે જેમા જેરામબાપા વાસજાડીયા, ઘોડાસરા, મુળજીભાઈ ભીમાણી, રમેશભાઈ રાણીપા, રમેશભાઈ જાકાસણીયાની કોરોના દર્દીઓ ને સારવાર માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.રેપીડ ટેસ્ટ જેમાં જશાપર પર ગામમા - ૧૯૦ ટેસ્ટ કરવામા આવેલ જેમા ૨ પોઝીટીવ, નથુવડલા ૧૬૪ ટેસ્ટ ૧ પોઝીટીવ, સોયલ ૩૦૭ ટેસ્ટ જેમા ૦ એકપણ કેસ પોઝિટિવ નહી, વાંકિયા ૩૬૪ ટેસ્ટ ૯ કેસ પોઝિટિવ , અને ખારવામાં ૧૩૫ ટેસ્ટ જેમા ૦ એક પણ પોઝીટીવ ન હોવાનું જણાવ્યું હતુ.. જેમાં પોઝીટીવ દર્દીઓને કઈ તકલીફના હોય તેને દવા સહિત તમામ ટ્રીટમેન્ટ આપવામા આવે છે ધ્રોલ ઉમા કોવીડ કેર સેન્ટર દ્રારા ગામડાંઓમાં જઈને કોરોના મુકત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.

(1:10 pm IST)