Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જસદણનાં વીરનગર કોવિદ હોસ્પિટલમાં શાંતુભાઇ ધાધલ દ્વારા અનોખો સેવાયજ્ઞ દર્દીઓને સુકામેવા આપવા સહિતની સેવા

(ધર્મેશ કલ્યાણી દ્વારા)  જસદણ, તા. ૧૦:  જસદણ તાલુકાના વિરનગર ગામે કોવિદ સેન્ટર તારીખ ૧૭-૪-૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ છે ત્યારથી ક્ષત્રિય અગ્રણી શાંતુભાઈ દ્વારા હોસ્પિટલ ખાતે અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

જસદણ તાલુકાના વિરનગર ગામના તાલુકા પંચાયતનાં સભ્ય શાંતુભાઇ ધાધલ તથા તેમની ટીમના વ્યકિતઓ દ્વારા કોવિદ હોસ્પિટલમાં સરકારી તંત્ર સાથે તાલથી તાલ મેળવીને ઓકિસજનની વ્યવસ્થા કરેલ છે તેમજ જરૂરી મેડિસિન દરેક ચીજ-વસ્તુઓમા સિંહ ફાળો આપે છે. શાંતુભાઈ ધાધલ દ્વારા કોવિદના દર્દીઓને ફ્રુટ તથા જયુસ, બદામ દૂધ તથા સાંજે ચાર વાગે કાજુ, બદામ, અંજીર, દ્રાક્ષ, પિસ્તા વગેરે ડ્રાયફ્રુટ્સનો ૨૦૦ ગ્રામનો નાસ્તો દર્દી દીઠ દરરોજ આપવામાં આવે છે. થોડા દિવસ પહેલા ચંદ્રાબેન ખાચરને ૮૦ ટકા ફેફસા ડેમેજ થઈ ગયેલ સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની સારવાર માટે શાંતિભાઈ ધાધલે પૂરતી વ્યવસ્થા કરી આપી હતી અને ચંદ્રાબેન સ્વસ્થ થયા હતા. શાંતુભાઈ ધાધલ દ્વારા વીરનગર કોવિદ હોસ્પિટલ ખાતે ડો. ધવલ ગોસાઈ તથા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, નોડલ ઓફિસર એમ. આઇ. બેલીમ વગેરેને સાથ સહકાર આપીને સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા સેવા કામગીરી કરવામાં આવે છે.

(1:08 pm IST)