Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભાજપ દ્વારા ટંકારા તાલુકામાં કોરોનાની ૧૭૦૦ રેપિડ ટેસ્ટ કીટ અપાઇ

ટંકારાઃ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા તથા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તથા ભાજપ ની ટીમ દ્વારા ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તેમજ ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, લજાઈ, સાવડી, નેકનામ તથા મીતાણા અને ટંકારા સરદાર લેઉવા પાટીદાર સમાજ સચાલિત કોવિડ કેર સેન્ટર માં રેપિડ એન્ટીજન્સી ટેસ્ટ ની કીટ આપવામાં આવેલ . ટંકારા તાલુકામાં ૧૭૦૦ કીટ રૂબરૂ જઇને સુપ્રત કરાયેલ. પ્રભુભાઈ કામરિયાં નથુભાઈ કડીવાર ,અશોકભાઈ ચાવડા , અરવિંદભાઈ બારૈયા, રૂપસિંહ ઝાલા,વિગેરે તાલુકા ભાજપની ટીમ હાજર રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા-ભાવિન સેજપાલ -ટંકારા)

(1:09 pm IST)