Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પોરબંદરના અડવાણા કોવિડ સેન્ટરમાં ર દર્દીઓના સારવારમાં મૃત્યુઃ ૧૧ દર્દીઓ સાજા થયા

અડવાણા કોવિડ કેર સેન્ટરની તસ્વીર

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : જિલ્લા તાલુકાના અડવાણા ગામે આવેલ પીએચસી સેન્ટર ગત તા.૧૪ એપ્રિલથી કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ કુલ ૧૩ વ્યકિતને કોરોના સંક્રમણ થયેલ  અને સારવારમાં દાખલ કરાયેલ જેમાં ૧૧ સ્વથ્ય થતાં ડિસ્ચાર્જ આપતા ઘેરે ગયેલ તથા બે દર્દીના સારવાર દરમિયાન મોત થયેલ અડવાણ પીએચસી સેન્ટરમાં એક ઓકિસજન બેડની સુવિધા ધરાવે છે. વધુ બેડની સંખ્યા વધારવાની તાત્કાલીક જરૂર છે. બરડા વિસ્તારનું સરહદ ધારનું મુખ્ય ગામ છે ૧પ થી ર૦ ગામને લાગુ પડે છે. દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકો જામરાવલ ખંભાળિયા તાલુકાના સરહદને લાગુ પડે છે.

ભાવપરા કોરાના સેન્ટરમાં બેડ વધારવાની ખાતરી

પોરબંદરથી હર્ષદ દ્વારકા રોડ ઉપર ભાવનપરા પાંડવ કાળના પ્રસિધ્ધ ઇતિહાસીક પાંચ ડેરા મંદિર ખાતે પંચેશ્વર મહાદેવ સાનિધ્યે, પંચેશ્વર મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટએ કોરોના સેન્ટર શરૂ કરવામાં આવેલ છે દસ બેડની વ્યવસ્થા કરી છે જરૂરત મુજબ બેડ વધારવામાં આવશે જીલ્લા કલેકટર અને તાલુકા વિકાસ અધિકારીએ રૂબરૂ મુલાકાત લઇ વ્યવસ્થા નિહાળી આ ગામોને દેવભુમિ દ્વારકાનો પાછળના ભાગની સરહદના ખેતરો વાડી લાગુ પડે છે. કલ્યાણ પર તાલુકાના રાવલ તેમજ લાંબા બંદર ખેતર વાડી મિયાણી વિસ્તારને લાગી પડે છે. કોસ્ટલ હાઇવે ૮ ઇ આ સેન્ટરને લાગુ છે. તાત્કાલીક ઓકિસજન બેડ વ્યવસ્થા કરવી જરૂરી છે. કારણ કે ખાટલે મોટી ખોટ જણાઇ છે. જીલ્લ કલેકટરએ અને વિકાસ અધિકારીએ જરૂર મુબજ બેડની વ્યવસ્થા વધારવાની હૈયાધારણ આપી હતી.

(1:12 pm IST)