Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પ્રભારી મંત્રીએ મોટા આંકડિયા, ઇશ્વરીયા અને શેડુભારની મુલાકાત લીધી

અમરેલી કૈલાસ મુકિતધામ અને મોટા આંકડિયાના સ્મશાનગૃહમાં સ્વયંસેવકોને બિરદાવ્યા : ઇશ્વરીયા અને શેડુભાર કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી

અમરેલી તા. ૧૦ : જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી અને અન્ન નાગરિક પુરવઠાના રાજયકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલીના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. અમરેલી ખાતેના કૈલાસ મુકિતધામ અને મોટા આંકડિયાના સ્મશાનગૃહની મુલાકાત દરમિયાન સ્મશાનગૃહમાં સેવા આપતા સ્વયં સેવકોના ખબર અંતર પૂછી તેઓની કામગીરીને બિરદાવી તેઓને જરૂર પડે ત્યારે મદદ કરવા ખાતરી આપી હતી.

આ ઉપરાંત મોટા આંકડિયાના ગ્રામજનો સાથે ગામમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ ઈશ્વરીયા ખાતે તૈયાર કરવામાં આવેલા સેફરોન સ્કુલ ખાતે શરૂ કરવામાં આવેલા કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર અને શેડુભાર હાઈસ્કૂલમાં તૈયાર કરવામાં આવેલા કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

આ તકે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, ભાજપ પ્રમુખ  કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એચ. પટેલ તેમજ પંચાયતોન હોદેદારો, ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો જોડાયા હતા.

(1:16 pm IST)