Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જુનાગઢના 'અકિલા'ના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલએ ન્યુઝીલેન્ડમાં એચ.આર.એમ.ની ડીગ્રી મેળવી

શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષાઃ પરિવાર અને સોરઠનું ગૌરવ વધાર્યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૦: જુનાગઢ જીલ્લાના અકિલાના બ્યુરો ચીફ વિનુભાઇ જોષીના પુત્ર વિરલ જોષીને હયુમન રીસોર્સ મેેનેજમેન્ટની ડીગ્રી મળતા તેણે પરીવાર અને સોરઠનું ગૌરવ વધારેલ છે.  ગત તા. ૧૪ જાન્યુઆરી-ર૦ર૦ બીએસસીનો અભ્યાસપુર્ણ કરી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ સીટીમાં મનુકાઉ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન હયુમન રીસોર્સ મેનેજમેન્ટ (એમ.આઇ.ટી.) એડમીશન મેળવી ડીસેમ્બર માસ સુધીનો આ કોર્ષનો અભ્યાસ પુર્ણ કરેલ હતો.

આ બેચના વિદ્યાર્થીઓનો વર્ષ ર૦ર૦-ર૧નો ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ સીટીમાં વોડાફોન ઇવેન્ટ સેન્ટર ખાતેપદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં સૌપ્રથમ નૃત્યમાં વરી પરંપરાગત ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં આ ઇન્સ્ટીટયુટના જનરલ મેનેજર નડ્ડી પીલ્લાઇ તેમજ સીઇઓ ગસ ગીલમોર  તેમજ પ્રો.માર્ટીન કરોલની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાયો હતો અને આ મહાનુભાવોના હસ્તે વિરલ જોષીને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. હાલ વિરલ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ સીટીમાં બોનએકોડ કોફી અને ફ્રુડ પ્રોડકશન પ્રા.લી. કંપનીમાં પ્રોડકશન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. વિરલ જોષીએ આ ઝળહળતી સીધ્ધી હાંસલ કરવા બદલ તેના મો.નં. +૬૪રર૪૭૭ર૧૯૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:21 pm IST)