Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જામનગર સેવા ક્ષેત્ર રાઠોડ ભુવનની મુલાકાત લેતા પ્રધાનો

સ્વહસ્તે દર્દીઓના પરિજનોને ભોજન આપી મંત્રીશ્રીઓ થયા સેવાકાર્યમાં સહભાગી

 જામનગર,તા.૧૦ : જામનગર ખાતે અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓ અને દર્દીઓના પરિજનો માટે સેવાકાર્યમાં સહભાગી થઇ રહી છે, ત્યારે જી.જી. હોસ્પિટલથી નજીકમાં સ્થિત રાઠોડ ભુવન ખાતે દર્દીઓના પરિજનોને ઘર જેવો ઉત્તમ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સવારે અને રાત્રે બંને સમયે નિૅંશુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. લાંબા સમયથી આ સેવા કાર્યમાં જોડાયેલા આ સંસ્થાના સભ્યો પોતાનું અનામી સેવાકાર્ય કરી માત્ર દર્દીના પરિજનોને આ મુશ્કેલીના સમયમાં ભોજન અંગે કોઈ તકલીફ ન થાય તેની કાળજી લઇ રહ્યા છે.

 કૃષિમંત્રી  આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ સેવા સંસ્થાના કાર્યક્ષેત્રની મુલાકાત લીધી હતી. સંસ્થાની સંપૂર્ણ વ્યવસ્થાઓ જાણી મંત્રીશ્રીઓ એ આ સંસ્થાની સરાહનીય કામગીરીને અને સંસ્થાના સભ્યોને બિરદાવ્યા હતા. મંત્રીઓ સેવા ક્ષેત્ર ખાતે આવતા દર્દીઓના પરિજનોને સ્વહસ્તે ભોજન આપી સેવા કાર્યમાં સહભાગી થયા હતા.આ મુલાકાતમાંસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  મનીષ કટારીયા, શહેર ભાજપ  પ્રમુખ   વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ  હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી  મેરામણભાઈ ભાટુવગેરે જોડાયા હતા.

(2:59 pm IST)