Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટર નીમવા પાલીકા ઉપપ્રમુખ નાકરાણીની રજુઆત

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૦ : અમરેલી કલેકટર કચેરી ખાતે જીલ્લા પ્રભારી મંત્રી  હકુભા જાડેજા સાહેબ ની અધ્યક્ષતામાં આ તકે  તમામ અધિકારી અને જીલ્લા પંચાયત ના પ્રમુખ. ઉપ પ્રમુખ. ચેરમેન ઓ તમામ તાલુકા પંચાયત ના પ્રમુખ ઓ તમામ નગરપાલિકાના પ્રમુખ ઓ ની મિટિંગ મળી હતી આ તકે પ્રભારી મંત્રી હકુભા જાડેજા સાહેબ. જીલ્લા ભાજપ પ્રમુખ કોશીક ભાઈ વેકરીયા સાહેબ. સાસંદ નારણભાઈ કાછડીયા જીલ્લા પંચાયતના પ્રમુખ  રેખાબેન મોવલીયા, ધારાસભ્ય  જે. વી. કાકડીયા સાહેબ. કલેકટર સાહેબ. ડી. ડી. યો. સાહેબ. એસ. પી.  જીલ્લા આરોગ્ય વિભાગના તમામ અધિકારી શ્રી ઓ ની  ઉપસથીમા આ મિટિંગ યોજાઈ આ તકે સાવરકુંડલા નગરપાલિકા ના    પ્રમુખ રજા ઉપર હોવાથી. ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી ઉપસ્થિત રહી તેમનાં દ્વારા સાવરકુંડલા શહેર ને વધારે સુવિધા ઉપલબ્ધ થવા માટે લેખિત મા ધારદાર રજુઆત કરવામાં આવી સાવરકુંડલા કે. કે. મહેતા સીવીલ હોસ્પિટલ મા તાત્કાલિક ડોકટરોની ખાલી પડેલી જગ્યાઓમાં ૨. સર્જન ડોકટરોની અને ૨ ફીજીશયન ડોકટરો ની જગ્યા ખાલી પડી છે તો કોરોના વાયરસ મહામારી દરમિયાન નાના માણસોને પુરતા પ્રમાણમાં ડોકટરોની સેવાઓ મળીશકે. આજે આપણી સીવીલ હોસ્પિટલમા સાવરકુંડલા મા ડોકટરના અભાવે ઘણા દર્દીઓને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને તેવોનેના છુટકે આપણી પાસે એમ. ડી.  એને સર્જન. ડોકટરો સીવીલ હોસ્પિટલમા ન હોવા થી ના છુટકે પ્રાઈવેટ દવાખાનામા મજબુરીથી જવુ પડે છે ત્યારે નાના માણસોને દવાઓ  અને ડોકટરોની ફી થી હેરાન પરેશાન થઈ જાય છે ત્યારે તાત્કાલિક અસરથી ડોકટરોની જગ્યા ભરવામાં આવે તેવી ધારદાર રજુઆત કરવામાં આવી છે આ તકે મને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેવા અને ઘટતી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મે રજૂઆત કરી છે હાલ નગરપાલિકા દ્વારા સાફ સફાઇ. સેનીટાઈજર. પીવાના પાણીની વ્યવસ્થા  રસીકરણ માટે જાગૃતિ અભિયાન. કોરોના સંક્રમણ અટકાવવામાં માટે ના તમામ પ્રયાસો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

(4:10 pm IST)