Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સાવરકુંડલામાં નિઃશુલ્ક કોવિડ સેન્ટર કાર્યરત

સેવા સમિતીના સહયોગથી ''આપ'' દ્વારા આયોજન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૦ : સાવરકુંડલા પંથક પણ આવી ગયો છે અને દરરોજ કોરોનાના નવા દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. ત્યારે કોરોનાના પેશન્ટને સારવાર મેળવામાં અકલ્પની મુશ્કેલી વેઠવી પડતી હોય સાવરકુંડલાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કોરોનાના ર્દીઓને તમામ સારવાર નિઃશુલ્ક મળે તેવા પ્રયત્નો હાથ ધરી જેસર રોડ ઉપર આવેલા રાધેફાર્મમાં ઓકસીજન સાથે હોસ્પીટલ ચાલુ કરવાની તૈયાર કરેલ જેને સુરત સ્થિત સેવા સમિતી દ્વારા સહયોગ પ્રાત્પ થતા તા.૯/પ/ર૧ ને રવિવારથી કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અહિ સારવાર માટે આવતા તમામ દર્દીને સવારે નાસ્તો-જયુસ- બન્ને ટાઇમ સાત્વીક ભોજન રાત્રે ગાયનું હળદર વાળુ દુધ ફ્રુટ સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે આજે કોવિડ સેન્ટરનું શુભારંભ પ્રસંગે સુરતથી પટેલ સમાજ સેવા સમિતના આગેવાન મહેશભાઇ સવાણી અને તેની ટીમ ખાસ હાજર રહી સ્થાનિક કાર્યકરોને પ્રોત્સાહીત કર્યા હતા રાધેફાર્મ ખાતે સુરત સ્થિત ઉદ્યોગપતિ અને પટેલ સમાજના અગ્રણી ધીરૂભાઇ બચુભાઇ જયાણીએ સતત હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું અહી સારવાર લેવા માંગતા દર્દીઓએ કે તેમના સંબંધીઓએ ભરતભાઇ નાકરાણી મો. ૯૬૩૮૦ ૬૩૯૯૮, વિશાલભાઇ  ડોબરીયા મો.૯૦૭૯પ ૯૯૮૦૧ અને સુરેશભાઇ વાવીયા મો. ૮૧૪૦૮ પ૯૧ર૦ ઉપર સંપર્ક સાધવા આમ આદમી પાર્ટીની યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)