Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વેરાવળના ભાલકામાં દંપતિએ ગૃહપ્રવેશ સમુહલગ્ન કરીને કર્યો : રપ નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડયુ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૧૦ : વેરાવળ ભાલકા વિસ્તારના આહીર દંપતીએ પોતાના નવા ગૃહપ્રવેશમાં કોઇ સગાવહાલા કે પરિવારને ભોજન કરાવી ગૃહપ્રવેશ કરવાને બદલે હાલ કોરોનાની મહામારીમાં એક અનોખી પહેલ કરી છે. કોરોના પરિસ્થિતિઓમાં ઘણા લોકોના કામ ધંધા પડી ભાંગ્યા છે અને ઘણા પરિવારે તો પોતાના સ્નેહીજનોને પણ ગુમાવ્યા છે.ત્યારે પરિસ્થિતિઓમાં ખૂબ જ જરૂરિયાતમંદ રપ દિકરીઓના લગ્ન કરાવવાનો નિર્ણય ભગાભાઇ સોલંકી તથા હંસાબેન સોલંકીએ કરેલ અને સરકારની ગાઇડલાઇન મુજબ પોતાના જ રીસોર્ટમાં ૧૦૦ ફૂટના અંતરે એક મંડપ એમ ચાર ભાગમાં રપ દિકરીઓને લગ્ન કરાવ્યા છે.

ગોર મહારાજ, નવદંપતીઓ તેમના પરિવાર સહિત તમામને માસ્ક ફરજીયાત, ભોજનની વ્યવસ્થા, ઉતારાની વ્યવસ્થા સંગીત સંધ્યા સહિતની તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક કરાઇ હતી. જેમાં સવારથી ચા પાણી નાસ્તો, બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા પણ કરાઇ હતી.

ભાલકેશ્વર મિત્ર મંડળના સહકારથી આયોજન કરાયુ હતુ તેમજ દરેક દિકરીઓને રૂ.૫૧૦૦૦ની પોસ્ટમાં ફિકસ ડીપોઝીટ કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ રૂ.૧૦૦૦૦ની સહાય સરકાર તરફથી મળશે. ૪૬ વસ્તુઓનું કરિયાવર ભગવાનભાઇ સોલંકીના કુટુંબ પરિવાર તેમજ મિત્રો તથા ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા કરાયુ હતુ.

(11:55 am IST)