Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વેરાવળના ડારી ગામે વિદેશી દારૂ સાથે અટકાયત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૧૦ : ડારી ગામે રહેણાંક મકાનમાં વિદેશીદારૂ વેચાતા એક શખ્‍સને ૩૩ નંગબોટલ સાથે ઝડપી પાડેલ હતા.

વેરાવળના ડારી ગામે જગમાલ ઉર્ફે જગો ભગાભાઈ બામણીયા પોતાના રહેણાક મકાનમાં વિદેશીદારૂ વેચતો હોય તેવી બાતમી મળતાસોમનાથ મરીન પોલીસે દરોડો પાડતા વિદેશીદારૂ બોટલ નંગ ૩૩ રૂા.૩૪૦૦ સાથે ઝડપી પાડેલ હતો.

પ્રભાસપાટણમાં જુગાર રમતી પાંચ મહીલા ઝડપાય

પ્રભાસપાટણમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહીલાનેરૂા.૧૦૬૦૦ના મુદામાલ ઝડપી પાડેલ હતી. પ્રભાસપાટણ વેણેશ્‍વર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી માયાબેન અશ્‍વીનભાઈ જોષી,વાલીબેન રાજુભાઈ મારૂ, નીતાબેન  રમેશભાઈ પરમાર, વૈશાલી અનીલભાઈ મુરબીયા, પુજાબેન રાજાભાઈ વાઢેર રોકડા રૂા.૧૦૬૦૦ સાથે ઝડપી પાડેલ હતા.

(2:22 pm IST)