Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ જૂનાગઢ ફર્લો સ્‍કવોડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦: જૂનાગઢ રેન્‍જ પોલી મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા અને જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની સુચના આપતા પેરોલ ફર્લો સ્‍કવોર્ડની ટીમે વીરા લખમણભાઇ કટારીયા ઉર્ફે વિસાવભાઇ ગોકળભાઇ કટારીયા જાતે ભરવાડ રહે. શિવ શકિત પાર્ક નારાયણ નગર જિલ્લો રાજકોટને ઝડપી લીધો છે.

આ કામગીરી ક્રામઇ બ્રાન્‍ચના ઇચા. પો.ઇન્‍સ. જે.જે.પટેલ પેરોલ ફર્લો સ્‍કોડના પી.એસ.આઇ વી.કે.ઉંજીયા, એ.એસ.આઇ ઉમેશભાઇ વેગડા, પો.હેડ કોન્‍સ. સંજયભાઇ વઘેરા તથા પો.હેડ કોન્‍સ. પુનાભાઇ હુંણ, પો.કોન્‍સ. દિનેશભાઇ છૈયા, પો.કોન્‍સ. જયેશભાઇ બામણીયા તથા એસસીબીના પો.કોન્‍સ. જીતુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફએ કરેલ છે.

(1:40 pm IST)