Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વિસાવદર પોલીસ સ્‍ટેશનના ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્‍કવોડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૦: રેન્‍જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા અને જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના અપાયા બાદ વિજય કરશન વાઘેલા દે.પુ. રહે હનુમાન પરા વિસાવદરને ઝડપી પડાયો છે.આ કામગીરી ક્રામઇ બ્રાન્‍ચના ઇચા. પો.ઇન્‍સ. જે.જે.પટેલ પેરોલ ફર્લો સ્‍કોડના પી.એસ.આઇ વી.કે.ઉંજીયા, એ.એસ.આઇ ઉમેશભાઇ વેગડા, પો.હેડ કોન્‍સ. સંજયભાઇ વઘેરા તથા પો.હેડ કોન્‍સ. પુનાભાઇ હુંણ, પો.કોન્‍સ. દિનેશભાઇ છૈયા, પો.કોન્‍સ. જયેશભાઇ બામણીયા તથા એસસીબીના પો.કોન્‍સ. જીતુભાઇ તેમજ દિવ્‍યેશભાઇ ડાભી વિગેરે પોલીસ સ્‍ટાફએ કરેલ છે

(1:43 pm IST)