Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

સંભવિત વાવાઝોડા સામે રક્ષણ અને બચાવ માટેની કચ્છમા તંત્રની પૂર્વ તૈયારીઓ

કચ્છ જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ  દ્વારા  પ્રસિધ્ધ બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં ડીપ-ડિપ્રેશન સર્જાવાથી “Biparjoy (બીપોરજોય)” સાયક્લોનની સંભાવના વ્યકત કરવામાં આવેલી છે. જે મુજબ સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. આવા સંજોગોને ધ્યાને લેતા જિલ્લાના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ આગામી તા.૧૫/૦૬/૨૦૨૩ સુધી કલેક્ટરશ્રી, કચ્છની પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવા જણાવવામાં આવે છે. તેમ કરવામાં ચૂક થયેથી સંબંધિત અધિકારીશ્રી/કર્મચારીશ્રી વિરુધ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(4:56 pm IST)