Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

દેવભુમી દ્વારકા એલસીબી ટીમે ખનીજ ચોરીના ગુન્‍હામાં ઝડપી લીધેલ ત્રણેય આરોપી ૪ દિ'ના રિમાન્‍ડ પર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૦: બોકસાઇટના જથ્‍થાને ગેરકાયદેસર રીતે ખનન કરી ઉપલબ્‍ધ કરાવનાર આ જથ્‍થાને ખોટી કાયદેસરતા અપાવવા માટે ખોટી રીતે રોયલ્‍ટી પાસ ઉપલબ્‍ધ કરાવનાર ખાણ ધારક અને તેના સંચાલક તથા આ જથ્‍થાને વહન કરનાર ટ્રાન્‍સપોર્ટર વિગેરે વિરૂધ્‍ધ કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે માઇન્‍સ એન્‍ડ મીનરલ્‍સ એકટ તથા આઇપીસી કલમો મુજબ ગુન્‍હા દાખલ કરાવી નીચે જણાવેલ આરોપીઓને ગુનાના કામે અટક કરી સ્‍પેશ્‍યલ કોર્ટમાં રીમાન્‍ડ રીપોર્ટ સાથે રજુ કરતા જેમાં સરકાર ી વકીલ એલ.આર.ચાવડા  તથા તપાસનીસ અધિકારી શ્રી કે.કે.ગોહીલ એલસીબી દેવભુમી દ્વારકાનાઓની ધારદાર દલીલો આધારે સ્‍પેશ્‍યલ કોર્ટ દ્વારા આરોપીઓના દિન-૪ ના રીમાન્‍ડ મંજુર કરેલ જે અન્‍વયે કે.કે.ગોહીલ પોલીસ ઇન્‍સ. શ્રી એલસીબી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓએ સદર ગુનામાં કરેલ નાણાકીય વ્‍યવહારો તેમજ બેન્‍ક ડીટેઇલ વિગેરે તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે.

જગા પીઠાભાઇ કાંબરીયા રહે. વિરપર (ખનીજનું ખનન, ચોરી કરી વહન કરાવનાર) ભાવેશ પીઠાભાઇ કાંબરીયા રહે. વિરપર (ખનીજનું ખનન, ચોરી કરી વહન કરાવનાર) અને નિશાંત નિર્મળકુમાર થાનકી રહે. પોરબંદર (રોયલ્‍ટી આપનાર) ના રિમાન્‍ડ મંજુર કરાયા છે.

(5:44 pm IST)