Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ધોરાજીમાં પોલીસ તંત્ર દ્વારા સી.સી.ટી.વી. કન્ટો્લ એન્ડ કમાન્ડ સેન્ટર નૂ જીલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ધાટન

શહેરમાં નગરજનોની સલામતી સૂરક્ષા માટે જૂદાજૂદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓથી પોલીસની સતત નજર રહેશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં પોલીસ તંત્ર દ્વારા સી.સી.ટી.વી. કન્ટો્લ એન્ડ કમાન્ડ સેન્ટરનૂ જીલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ધાટન કરાયૂ છે
શહેરમાં નગરજનોની સલામતી સૂરક્ષા માટે જૂદાજૂદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓથી પોલીસ તંત્રની સતત નજર રહેનાર છે

રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરના માગૅદશૅન તળે ધોરાજી પીઆઇ હકુમતસિહ જાડેજા એ શહેરમા નગરજનો ની સલામતી સૂરક્ષા માટે સીસીટીવી કેમેરા ફિટ કરવા મા આવેલ છે આ સી.ટી.વી. કન્ટો્લ એન્ડ કમાન્ડ સેન્ટરનૂ જીલ્લા પોલીસ વડાના બલરામ મીનાના હસ્તે શહેર ના અગણી ઓ દાતાઓની ઉપસ્થિતીમાં લોકાર્પણ કાયકમ યોજાયો હતો

  ધોરાજી શહેરમા પોલીસ તંત્ર દ્વારા  ધોરાજી શહેરમા 56 હાઈ ડેપીનેશન કેમેરા ફિટ કરવાંમાં આવેલ છે જેમાં ગેલેકસી ચોક, રેલવે ફાટક, સરદાર ચોક, ચકલા ચોક,ત્રણ દરવાજા, શાકમાર્કેટ, હવેલી શેરી,પશાન્તપંપ, ભૂખી ચોકડી, જામકંડોરણા રોડ, જમનાવડ રોડ, બંબા ગેઈટ, સહિતના વિસ્તારો માં પોલીસ તંત્ર દ્વારા  કેમેરા દાવરા બાજ નજર રહેનાર છે

ધોરાજી શહેર હાઈ ડેપીનેશન કેમેરા ની બાજ નજર હેઠળ આવી ગયેલ છે પોલીસ તંત્ર દ્વારા પોલીસ મથક ખાતે સી.ટી.વી.કન્ટો્લ એન્ડ કમાન્ડ સેન્ટર શરૂ કરવામા આવેલ છે આ કેમેરા ઓ થકી મીલ્કત સંબંધી ગૂનાઓ, સહિતના ગભીર ગૂનાઓમાં ડિટેકશનમાં સીસીટીવીકેમેરા મદદરૂપ થઈ શકે તેમ છે આ કેમેરાઓ થકી ધોરાજીના નગરજનોની સલામતી સૂરક્ષા માટે બાજ નજર પોલીસ તંત્ર દ્વારા રાખવાં ની શરૂઆત કરાઈ છે
આ અંગે જીલ્લા પોલીસે વડા બલરામ મીણા એ જણાવ્યું હતું કે ધોરાજી માં જુદા જુદા વિસ્તારો માં હાઈ ડેપીનેશન કેમેરા ફિટ કરાયા છે .સી.ટી.વી. કન્ટો્લ એન્ડ કમાન્ડ સેન્ટર નો ધોરાજી પોલીસ મથકે ખાતે પારંભ કરાયો છે ધોરાજી શહેર ના નગરજનો ની સલામતી સૂરક્ષા માટે આ સીસીટીવી કેમેરા ની બાજ નજર રહેશે મીલ્કત સંબંધી ગૂનાઓ, સહિતના ગભીર ગૂના ઓ માં ડિટેકશન માં સીસીટીવીકેમેરા મદદરૂપ થઈ શકનાર હોવા નૂ જણાવ્યુંહતું.
આ સમયે જિલ્લા પોલીસ વડા બલરામ મિણા એ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા તેમજ જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર નો આભાર માનતા જણાવેલ કે ધોરાજીમાં સીસીટીવી કેમેરા માટે છેલ્લા દસ વર્ષથી પ્રયત્ન કરતા હતા પરંતુ તેમના પ્રયાસોથી અને લોકભાગીદારીથી આજે આ સપનું સાકાર થયું છે તેઓ બંને અધિકારીઓને મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું
આ સાથે સમારોહમાં ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી જીબી ના ડેપ્યુટી એન્જિનિયર રાદડિયા ધોરાજીના પી.એસ.આઇ ગાંગડા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સામાજિક અગ્રણી ભરતભાઈ બગડા વિગેરે સ્ટેજ ઉપર બિરાજમાન હતા
તેમજ સીસી ટીવી કેમેરા પ્રોજેક્ટ દાતાઓ નો જિલ્લા પોલીસ વડા બલરામ મિણા તેમજ ડેપ્યુટી એસપી સાગર બાગમાંર તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
આભારવિધિ રમેશભાઈ બોદર તેમજ ધોરાજી પોલીસ સ્ટેશન નો આખો સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી

(9:16 pm IST)