Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મોરબીમાં પર્યાવરણ સાનુકુળ ચીજવસ્તુઓનું રાહત દરે વેચાણ કરાશે

મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ રવિવારે કરશે

મોરબીમાં સંસ્થાઓના સહયોગથી તા. ૧૧ ને રવિવારે સવારે ૯ થી ૧ કલાક સુધી નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક નજીક રવાપર રોડ મોરબી ખાતે પર્યાવરણ સાનુકુળ ચીજવસ્તુઓનું રાહત દરે વેચાણ કરાશે જેમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,દેશી ગોળ,ગૌમૂત્ર અર્ક,નગોળનું તેલ,રાગીના લોટના ભૂંગળા,સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર,અગરબત્તી,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી,પાટિયા. ફુલઝાડ માટેનાં કુંડા વગેરે.આ ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે.

આ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદી જણાવે છે કે કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ છે ( પ્રકૃતિ તરફ વળીએ અને નિરોગી રહીએ

(11:08 pm IST)